________________
સપ્તમ પ્રસ્તાવ
૩૧
પૂજા કરતા હતા. એ પ્રતિમાના ધ્યાનથી વિષમ વ્યાધિઓ પણ વિલય પામે છે અને પગલે પગલે અભીષ્ટ સંપત્તિ પ્રાપ્ત થાય છે. અહીં શ્રીનેમિનાથ પ્રભુ અનેક મહર્ષિ સહિત પધાર્યા હતા અને શ્રીકૃષ્ણ એક ઉન્નત રૌત્ય કરાવ્યું હતું. જે પ્રાણી અહીં છ મહીના એકાગ્ર ભાવથી પૂજા કરે છે તે મને ભીષ્ટ એવી અનુત્તર સંપત્તિને પામે છે.”
આ પ્રમાણેનું શંખેશ્વર તીર્થનું માહાસ્ય સાંભળીને મંત્રી શ્રીસંઘ સહિત વિધિપૂર્વક શ્રી શંખેશ્વર જિનાધીશને વંદન કરવા ચાલ્યો, અને ત્યાં પહોંચી શ્રી પાર્શ્વનાથનું સવિસ્તર સ્નાત્ર કરીને તેણે સંઘપતિનાં સમસ્ત કૃત્ય કર્યો. વળી શ્રી પાર્શ્વનાથના દૈત્યને પુનઃ ઉદ્ધાર કરીને તેણે તે નવીનજ કરાવ્યું, અને દરેક દેવકુલિકાઓ પર સુવર્ણમય. કુંભ સ્થાપન કર્યા.
પછી ત્યાંથી પિતાની રાજધાનીમાં આવીને મંત્રીશ્વરે નેત્રને આનંદ આપનાર એવા શ્રી વીરધવલ રાજાને પ્રણામ કર્યો. એટલે તેના દર્શનની સતત ઉત્કંઠા યુક્ત એવા રાજાએ પિતે મંત્રીશને આલિંગન આપીને અત્યંત આનંદ ઉપજાવ્યું. પછી દિલ્લી ગમનનો વૃત્તાંત જે કે વીરધવી રાજાએ પૂર્વે સાંભળ્યું હતું, છતાં મંત્રીના વદનકમળથી તેણે પુનઃ સાંભળે; અને તેથી અધિક પ્રસન્ન થયેલા રાજાએ તેને દશ લાખ સોનામહોર આપી આનંદ પમાડીને વિસર્જન કર્યો, એટલે મંત્રીશ્વર પિતાને ઘરે આ ખ્યો. રાજાએ આપેલ સુવર્ણ તે ઘરે આવતાં રસ્તામાંજ દયાવાન એવા તેણે દીન