________________
સપ્તમ પ્રસ્તાવ
૩૯૩
જઈને ચકોર પ્રમેદ પામે તેમ કપૂરના પૂર સમાન ગૌરવણ તે પાંચે દળને જોઈને મંત્રી પરમ પ્રમાદને પામ્યો. પછી તે પાંચ કકડામાંથી તેણે શ્રી પુંડરીક ગિરિ પર પધરાવવા માટે શ્રીમૂળનાયક, પુંડરીક ગણધર, કપદી યક્ષ અને ચકકેશ્વર મહાદેવીની મૂર્તિઓ તથા તેજપાલપુરના ચૈત્ય નિમિત્તે શ્રી પાર્શ્વનાથ ભગવંતની મૂર્તિ કરાવી.
એકદા શ્રીનાગુંદ્રાચાર્ય પાસે મંત્રી શ્રી જગચ્ચન્દ્ર મુનીંદ્રનું માહામ્ય સાંભળ્યું કે-“હે મંત્રીંદ્ર! અત્યારે શ્રી સ્તંભતીથપુરમાં વૃદ્ધગછગના સ્વામી ચન્દ્રશાખાવાળા શ્રીજગચંદ્રસૂરિ વિચરે છે. જે જ્ઞાન, ચારિત્ર, તપ, શીલ અને કિયાવત મુનિઓમાં પ્રથમ નિઃસંગ વૃત્તિવાળા તથા સદા આંબિલનો તપ કરવામાં રક્ત છે. વળી ત્રસસ્થાવર જતુઓની ત્રિધા દયા પાળનાર, પંચાચારમાં તત્પર, પંચ સમિતિયુક્ત તથા સમયાનુસારે સદા ચતુર્ધા વિશુદ્ધ પિંડને ગ્રહણ કરનાર એવા તે આચાર્યની સદશ અત્યારે અન્ય કઈ યતિ નથી.” આ પ્રમાણેની હકીકત સાંભળીને તેમના ગુણોથી આકર્ષાયેલ એ મંત્રીશ્વર ઘણું શ્રાવકે સહિત તેમને વંદન કરવાને શ્રીસ્તભતીથપુર તરફ ચાલ્યા. ત્યાં જઈને યથાસ્થિત સદ્દગુણયુક્ત, તપથી સર્વાગે કૃશ, અંગોપાંગના અર્થને જાણનાર તથા વાચકેશ્વરના શૃંગારરૂપ એવા શ્રી દેવભદ્રગણિ પાસે સંપદા સહિત
* તપગચ્છનું નામ તે વખતે વૃદ્ધગ૭ હતું અને તેમણે જીંદગી પર્યત આંબિલને તપ કરવાથીજ તપગચ્છ નામ પડયું છે.