________________
સપ્તમ પ્રસ્તાવ
૩૮૩
વિધિપૂર્વક રૌત્યપરિપાટી કરીને મુનિએના વાત્સલ્ય સાથે તેણે સ`ઘપૂજાના મહાત્સવ કર્યાં. ત્યાં મંત્રીએ ગુરૂમહારાજ પાસે સાપારકમહાતીર્થની સ્નાત્રપૂજાનું ફળ સાંભળ્યુ કે-“સાપાર્ક તી માં જે ભવ્ય પ્રાણી વિશુદ્ધ શ્રદ્ધાથી જીવંત યુગાદીશ સ્વામીની અષ્ટ પ્રકારે પૂજા કરે તે સાત કે આઠ ભવામાં અવશ્ય માક્ષે જાય, એટલુ'જ નહી પણ દુતિમાં તે તેને કદાપિ જવુંજ ન પડે, કારણ કે જિનશાસનમાં પાપના નાશ કરવાવાળી એ તીર્થંભુમિ શત્રુંજચનાજ ઉપરિતન ભાગ કહેલ છે. અહીં શ્રીયુગાદીશને જોતાં અંતરમાં આનંદ થાય તેા કરાડા જન્મનાં કરેલાં પાપ અધાં ધાવાઈ જાય. એ તીર્થની ચારે બાજુ પાંચ કાશ પ્રમાણે ક્ષેત્રમાં વિકાળ પ્રાણીએ પણ કોઈને હરકત કરતા નથી. અહીં પૂર્વ યુગપ્રધાન એવા શ્રીનાગેન્દ્ર પ્રમુખ આચાર્યાએ શ્રીઋષભસ્વામીની મૂર્ત્તિ પ્રતિષ્ઠિત કરી છે. અહીં બ્રહ્મચારી અને જિતેન્દ્રિય થઇ એક રાત્રિ રહેતાં આગામી જન્મમાં એકાતપત્ર ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.”
આ પ્રમાણેની ગુરૂમહારાજની વાણી સાંભળતાં તેજપાલ મંત્રી આદિનાથ ભગવંતને વંદન કરવા સાપારકપુર તરફ ચાલ્યા. ત્યાં શ્રી ઋષભ પ્રભુની સવિસ્તર અર્ચા કરીને તે ચૈત્યના શિખર પર તેણે સુવર્ણ ના દંડયુકત મહાધ્વજ ચડાવ્યા, અને યાચકજનાને ઇચ્છિત દાનથી પમાડીને તેણે ત્યાં દક્ષિણ અને ઉત્તર ભાગમાં બે નવીન દેવકુલિકા કરાવી. વળી ત્યાં સુવણૅના ત્રણ કુંભ સ્થાપન