________________
૩૮૧.
સપ્તમ પ્રસ્તાવ આ ગિરિરાજ મનુષ્યોને વિશેષ હર્ષજનક નહીં થાય, માટે જે પ્રથમથી જ હું આવું નવીન બિંબ કરાવું આ મહાન્ તીર્થમાં પૂજાને અંતરાય કદિ પણ ન થાય.” આ પ્રમાણે ચિંતવીને વસ્તુપાલે પૂર્ણસિંહને કહ્યું કે-“આ બિંબ સમાન મમ્માણિ–પાષાણનું એક બિંબ કરાવવાની મારી ઈચ્છા છે, પરંતુ રાજાઓને માન્ય તથા પરકાર્યમાં ધુરંધર એવા તમારી સહાયથીજ એ મનોરથની સિદ્ધિ થાય તેમ છે, કેમકે મજદીન બાદશાહ ભાગ્યશાળી એવા તમને યેષ્ઠ બંધુના સ્થાને સમજીને ગૌરવ સહિત માન આપે છે. આ પ્રમાણેનાં મંત્રીનાં વચનથી અંતરમાં પ્રસન્ન થઈ, તે વાતનો સ્વીકાર કરીને રૈવતાચળની યાત્રા કરી પૂન.શાહ નાગપુર ગયા, અને નિર્દોષ એવા વસ્તુપાલ મંત્રીધર પોતાની રાજધાનીમાં આવી પિતાના સદ્દગુણોથી રાજાને રંજન કરતા સતા પૃથ્વીનું પાલન કરવા લાગ્યા.
એકદા વામનસ્થલીના નિવાસી અને ઋણા એવા એક કવીશ્વરે રાજસભામાં આવીને મંત્રીશ્વરની સ્તુતિ કરી કેविद्वद्दौस्थहरः प्रपूजितसुरः सौजन्यरत्नाकरः । શશ્વન્નતિવરક પ્રિયંવરઃ ઘોઘત્રિવસ્થિત || दानोपेतकरः सुहृद्वितकरः कल्कावलीकातरः । प्रीतिप्रीतनगरः सुधर्मरुचिरः सत्योऽस्तु मंत्रीश्वरः ॥१॥
• વિદ્વાનોના દારિદ્રયને હરનાર, દેવતાઓ વડે પૂજિત, સૌજન્યના રત્નાકર, નિરંતર નીતિયુક્ત ચાલનાર, મધુર