________________
૩૮૦
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર વિશુદ્ધ અને વિવેકથી વિશદ એવા આ રાજહુસેની સદ્દગતિ થવામાં કંઈ પણ સંશય નથી, કેમકે ક્યાંક કેવળ શીલ હોય, ક્યાંક કેવળ કુળ હોય અને ક્યાંક માત્ર વિત્ત હોય, પણ આ કળિકાળમાં કુલ, શીલ અને વિત્ત એ ત્રણે ગુણયુક્ત પુરુષે માત્ર ગણ્યા ગાંઠયાજ હોય છે.”
ભેજન કરી રહ્યા પછી તેમને પુષ્પાદિકથી પૂજીને મંત્રીએ વિવિધ વસ્ત્રોથી તેમને સારી રીતે સત્કાર કર્યો. પૂર્ણસિંહ સંઘપતિએ પણ ત્યાં સર્વ ચિમાં મજજનોત્સવપૂર્વક વજારેપણુદિ સન્ક્રિયાઓ કરાવી. પછી વસ્તુપાલે તે પૂનડ શ્રેષ્ઠીને સ્વહસ્તે તિલક કરીને તેના સંઘપતિપદને મહોત્સવ કર્યો, અને વીરધવલ રાજા પાસેથી તેને વિવિધ વાજિંત્ર, ધ્વજ અને છત્રાદિ અપાવીને તેને મહિમા વધાર્યો. પછી મંત્રીધર પણ સંઘાધિપ થઈને શ્રી પૂર્ણસિંહની સાથે તીર્થયાત્રા કરવા ચાલ્યો. રસ્તામાં શ્રીસંઘની ભક્તિ કરતાં અનુક્રમે શ્રી શત્રુંજય ગિરિ પર આવ્યા. ત્યાં શ્રીમૂળનાયક પ્રભુનું સવિસ્તર સ્નાત્રેત્સવ કરતાં મજજનેત્સુક થયેલા લોકોને કળશના ઘસારાથી ભગવંતની નાસિકાને કંઈક ઘસાયેલ જોઈને મંત્રીએ વિચાર કર્યો કે—“જગતમાં અદ્દભુત તેજસ્વી એવા આ શ્રીમૂળનાયકના બિંબને વખત પર કંઈ અમંગળ થશે, અને સમ્યગ્દષ્ટિ જીની દષ્ટિને સુધાંજનરૂપ તથા મહા તેજસ્વી એવું આવા પ્રકારનું નવીન ત્નબિંબ તે તરતમાં બની નહીં શકે. વળી સેનાપતિ વિનાની સેનાની જેમ શ્રીમૂળનાયકજીના આવા અપૂર્વ બિંબ વિના