________________
૩૭૮
૩૭૮ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સર્વ જાતિનાં શાકે સત્વર તૈયાર કરવામાં આવ્યાં. તેમજ ભોજન કરવા નિમિત્તે બેસાડવા સારૂ દિવ્ય ધ્વજાઓથી રમ્ય અને રસ્તેથી ચંદ્ર સમાન ભાસુર એ એક મંડપ તૈયાર કરવામાં આવ્યો. ત્યાં પ્રથમ ચંદન સહિત જળથી ભૂમિ સિંચન કરવામાં આવી, ધૂપના ધૂમ્રથી સુગંધિત કરવામાં આવી અને પુષ્પમાળાઓથી અલંકૃત કરવામાં આવી. પછી નગરના મુખ્ય દ્વારથી માંડીને મંત્રીશ્વરના ઘર પર્યત સર્વ માર્ગ ઉંચે બાંધવામાં આવેલ નવીન ચંદ્રવાઓથી એક સરખો છાયાયુક્ત કરવામાં આવ્યો. પછી બીજે દિવસે પ્રભાતે રાજહંસ સમાન ઉભય પક્ષમાં ઉજ્વળ તથા સદાચારી એવા તે સર્વ સંઘપતિઓને પોતપોતાના પરિવાર સહિત ત્યાં લાવવામાં આવ્યા, એટલે સંઘના અઢારસે માણસે પદ્માકરપણાથી પ્રસિદ્ધ થયેલ એવા મંત્રીના ગૃહાંગણે આવ્યા. એટલે લજજાયુક્ત લલિતાદેવીએ લાજ, મુક્તાફળ તથા વિવિધ ફળેથી પિતાના ગૃહાંગણે આવેલા શ્રીસંઘને વધાવ્યો પછી વસ્તુપાલે આનંદિત થઈને દુધ તથા કંઈક ઉષ્ણ સુગધી જળથી તે પ્રત્યેકના ચરણ ધેયા. પાદપ્રક્ષાલન કરતાં વધારે વખત લાગતો જોઈને નિત્યભક્ત એવા તેજપાલે કહ્યું કે– હે ભ્રાતા ! સંઘભક્તિ કરતાં દુખ અને શ્રમને નહીં જાણનાર તેમજ દુઃખ અને શ્રમને દૂર કરવામાં સુધાસરેવર સમાન એવા આપને હવે ભેજનાદિકને માટે અસુર થાય છે, તે હવે આપની આજ્ઞાથી શેષ શ્રાવકના પાદપ્રક્ષાલન હું કરું, જેથી આપના પ્રસાદવડે એટલું પુણ્ય મને પણ ભલે પ્રાપ્ત થાય.” એ અવસરે