________________
૩૭૬
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
જોનાર એવા દુષ્ટ અધિકારીથી લેાકાને ભય રહે છે. આ શ્રીસંઘ મહાપુરુષાને પણ પૂજનીય છે અને દૂર દેશથી તીયાત્રાએ આવતાં એ વિશેષે પૂજનીય છે. તી યાત્રાએ જતાં સગુણાના ભંડારરૂપ શ્રીસ ધ પાતાના ચરણકમળથી કાઈ ભાગ્યવ તનાજ ગૃહાંગણુને પાવન કરે છે. અહા ! શ્રીસ`ઘના ચરણકમળના રજપુંજથી આ મારા ગૃહાંગણની ભૂમિ કથારે પવિત્ર થશે ? ’
આ પ્રમાણે વિચાર કરીને નિત્યભક્ત એવા પોતાના બધુ તેજપાલને તેણે શ્રીસંઘને ખેલાવવા માટે તરતજ મેકલ્યા, એટલે સૂર્ય સમાન તેજસ્વી અને નમ્ર એવા તે વાયુવેગી રથાથી ક્ષણવારમાં જઇને શ્રીસંઘને મળ્યા. ત્યાં લોકોનાં નેત્રાને ચંદ્રમા સમાન એવા તેજપાલને જોઇને પૂર્ણસિહ ચકારની જેમ પરમ પ્રમાદ પામ્યા. તે વખતે અન્યાન્ય ભેટેલા એવા તે અને જગતમાં અદ્ભુત આકારવાળા એવા પ્રધુમ્ન અને પુરુષાત્તમ (કૃષ્ણ) જેવા શેાભવા લાગ્યા. પછી તેજપાલ મંત્રી બહુજ આગ્રહથી પ્રતિપત્તિપૂર્ણાંક શ્રીસંઘ સહિત તેને રાજધાની તરફ લઈ આવ્યા. પૂર્ણસિંહને નગરની બહાર આવેલ સાંભળતાં વસ્તુપાલ મત્રી ઘણા નામીચા અવ્ા સહિત તેની સન્મુખ ચાલ્યા. એ વખતે કોઈ સેવકે કહ્યું કે-‘આ દિશામાં સંઘની રજ બહુ ઉડે છે. માટે આપ અન્ય માગે ચાલેા.’ એટલે મત્રોએ તેને કહ્યું કે હે ભદ્ર! પુણ્યના પુજની જેમ એ રજ જેના શરીરને સ્પર્શ કરે તેનું ઘાર પાપ પણ તરત નષ્ટ થઈ