________________
સપ્તમ પ્રસ્તાવ
૩૭૫
મેટો પુત્ર શ્રીમાન પુણશાહ નામે શ્રાવક હતો. અશ્વાધીશ, ગજાધીશ અને નરાધીશ રાજાઓ જેના ઘરના દ્વાર આગળ નિષેધ પામીને દાસ જેવા થઈ બેસી રહેતા હતા. વળી જે પુણ્યાત્માએ પ્રથમ શાસ્ત્રોકત વિધિથી નેત્રને આનંદ આપનાર એવી વિર નગરની તીર્થયાત્રા કરી હતી. તે પાદશાહના આદેશથી રાજચિહ્નો યુકત અને વાજિંત્રોના નાદપૂર્વક ઘણા સંઘપતિઓ સાથે શત્રુંજય અને રેવતાચલ તીર્થની યાત્રા કરવા માટે નીકળ્યો. તે અનુક્રમે ચૌલુકય રાજાના દેશમાં આવી પહોંચ્યો, પરંતુ વીરધવલ રાજાને પાદશાહના શત્રુરૂપ ધારીને તેની રાજધાનીને માર્ગ પડતું મૂકી તે બીજે રસ્તે શત્રુંજય તરફ ચાલ્યું. તે હકીકત જાણવામાં આવતાં વિવેકી એવા વસ્તુપાલે પોતાના અંતરમાં ખેદ પામીને વિચાર કર્યો કે-“અહો ! અત્યારે મારાં કુકર્મોને ઉદય થયો હોય એમ લાગે છે, કારણ કે અતિશય ગુણોના સાગરરૂપ અને તીર્થકરને પણ માનનીય એ શ્રીસંઘ અહીંના અધિકારીઓના ભયથી શ્રીદેવગુરથી શોભિત એવા આ નગરનો ત્યાગ કરીને અન્ય માગે જાય છે. અહો ! અધિકારી પુરુષોના જીવનને ધિકકાર થાઓ ! કે જેમને શાકિની જેવા દુષ્ટબુદ્ધિ માનીને તેમનાથી સજજન પુરુષો શંકા પામે છે. એટલા માટેજ શાસ્ત્રમાં અધિકારી પુરૂષોને દુર્ગતિ પ્રાપ્ત થવાનું કહેલ જણાય છે, કારણ કે દુષ્ટ અધિકારીઓ પ્રાયઃ પુણ્યવંત પુરુષોને પણ દ્રોહ કરે છે. રાજ્યલીલા કરનાર એવા રાજાથી લોકોને કંઈ ભીતિ રહેતી નથી, પણ લોકનાં છિદ્રો