________________
उ७४
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર એક બાજુ રૂ, એક બાજુ તંતુ અને અન્ય બાજુ કપાસ જોવામાં આવે છે. એ રીતે મંત્રીના આદેશથી તે સત્તર વાર બે , એટલે મંત્રીએ પ્રસન્ન થઈને તેને સત્તર હજાર દ્રગ્સ બક્ષીશ આપ્યા.
એકદા કંઈક વિશેષ કાર્યાથી એવા બાલચંદ્ર કવીશ્વરે રાજસભામાં આવી મંત્રીશ્વરની સ્તુતિ કરી કે હે મંત્રીશ્વર ! તારા પર ગૌરી (સરસ્વતી અથવા પાર્વતી) રાગવતી છે, વૃષ (ધર્મ અથવા વૃષભ) આદરયુક્ત છે, અને ભૂતિ (ભમ અથવા સંપદા)થી તારો ગુણગણ ઉલસાયમાન છે–વધારે શું કહેવું? હે મંત્રિન્ ! ખરેખર તું ઈશ્વરની કળાથી યુકત છે, માટે ચિર કાળના બાલંદુ (બાલચંદ્ર)ને ઉન્નતિ પર લાવવા તારા સિવાય અન્ય કેણ સમર્થ છે? આ પ્રમાણેની તેની ઉકિતથી પ્રસન્ન થયેલ શ્રીમાન વસ્તુપાલે સર્વ રાજાઓની સમક્ષ મહોત્સવપૂર્વક તેમને રાજકવિનું પદ આપ્યું.
સપાદલક્ષ દેશની લક્ષ્મીના એક શૃંગારતિલક સમાન, પ્રવર પુરુષથી ઉદયયુકત અને પવિત્ર એવા નાગપુર નગરમાં ઉકેશ વંશને ભૂતલને આનંદ પમાડનાર આચરણવાળ, પુરુષમાં મૌતિક સમાન, મહા તેજસ્વી, પૃથ્વીરૂપ મહિલાના મંડન સમાન, સપુરુષમાં ઉત્તમ, ઈંદ્રની જેમ સદા સુમનસ (સુજ્ઞ)જનથી સેવિત, મજદીન બાદશાહની પટ્ટરાણનું અતિ ગૌરવ કરવાથી તેના બાંધવપણે સ્વીકારાયેલ તથા અભંગુર ભાગ્યયુકત દેહાશાહને