________________
, ૫૪. પ્રસ્તાવ . . . .
૩૧
સ્થાને વાને કર્યો અને શ્રીવરધવલ રાજાને રાજવગ સહિત પિતાના ઘરે બોલાવી, અત્યંત ભક્તિપૂર્વક સ્વાદિષ્ટ જિન કરાવી, નવાગે નવ અદ્દભુત રત્નથી તેનું પૂજન કરી, પૂર્વે સમુદ્ર પાસેથી પ્રાપ્ત થયેલ દક્ષિણાવર્તી શંખ તથા તેજદાર અ ભેટ આપીને મંત્રીશ્વરે વસ્ત્રાદિકવડે સપરિવાર તેને અત્યંત સંતુષ્ટ કર્યો. “અહે! તીર્થયાત્રાના મિષથી દિત્સવ કરતાં જેણે બલિષ્ઠ એવા કલિરૂપ શત્રુનો પણ પરાભવ કર્યો એવા મંત્રીને ધન્ય છે.”
પછી શત્રુંજય તથા ઉજજયંત તીર્થને વંદન કરવાના દિવસે દર વર્ષ ધવલપુરના મંડનરૂપ શત્રુંજયાવતાર તથા ઉજજયંતાવતાર ચિત્યમાં મજજને વપૂર્વક ઉપવાસ કરીને પિતાના બંધુ સહિત શીલવાન્ એવા વસ્તુપાલ મંત્રી પારણાને દિવસે સંધવાત્સલ્ય તથા પવિત્ર વસ્તુદાનથી મુનિજનોની ભક્તિ કરવા લાગ્યા.
એ રીતે તીર્થદર્શનના દિવસે બને તીર્થની સમ્યગુ રીતે વંદનવિધિ કરતાં અંતરમાં આનંદ પામતા એવા શ્રીમાન્ વસ્તુપાલ મંત્રીશ્વરે તે બંને ચૈત્યમાં અભિષેકેન્સવ કરીને સર્વ ચેત્યો પર મહાધ્વજ ચડાવ્યા તથા શ્રાવકજનોને અને મુનિજનનો સવિસ્તર સત્કાર કર્યો. इति श्रीमहामात्यश्रीवस्तुपालचरित्रे धर्ममाहात्म्यप्रकाशके श्रीतपागच्छाधिराजश्रीसोमसुंदरसूरिश्रीमुनिसुंदरसूरि- श्रीजयचंद्रसरिशिष्यपंडितश्रीजिनहर्षगणिकृते ।
હવે કરતાવાદ