________________
૩૬૪
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આજ્ઞાના પ્રભાવથી એમને પણ હું જીતી લઈશ.” પછી પ્રસાદપૂર્વક રાજાને આદેશ મેળવીને ચતુરંગ સેનાના ભારથી વસુંધરાને કંપાવતા અને પગલે પગલે દાન આપતા એવા તે સાહસી અને વીરસરી મંત્રીશ્વરે જયને સૂચવનારાં શુભ શકુને જોઈને જયયાત્રા નિમિત્તે તે યવન રાજા પર ચડાઈ કરી, એટલે રણાતુર એવા બાહુદંડથી અનેક શત્રુઓને ત્રાસ પમાડનાર એવા સામંતપાલ વિગેરે સામંત રાજાઓ પણ તેની સાથે આવવા તૈયાર થયા. પછી પ્રજાના ઉપદ્રવને પ્રતીકાર કરનાર, સજજનોને માન્ય અને શ્રેયના અથી એવા તેણે આગળ ચાલતાં સેરીસકપુર (સેરીસા)માં આવીને સાક્ષાત્ નાગૅદ્રથી સેવ્યમાન અને સેવકને અભીષ્ટ આપનાર એવા શ્રીપા પ્રભુની પ્રૌઢ સામગ્રી સહિત પૂજા કરી અને તે રીત્ય પર તેણે ઉત્સવપૂર્વક સુવર્ણકુંભ સ્થાપન કર્યો. તેમજ ચાર ચતુષ્કિકા અને એક ધર્મશાળા ત્યાં કરાવી. વળી જિનપૂજાનિમિત્તે સુજ્ઞ મંત્રીશ્વરે એક નવી વાટિકા તથા વાપી અને પ્રપા યુક્ત એક દાનશાળા કરાવી. એ રીતે ધર્મનિમિત્તે ત્યાં એક લક્ષ દ્રમ્મનો વ્યય કરીને મંત્રી ઉંચી વજાઓથી ભૂષિત એવા પત્તન (પાટણ) માં આવ્યા. ત્યાં તેના ભાગ્યભરથી આકર્ષાયેલી મહિલા નામની દેવીએ નિદ્રાધીન થયેલા તેને રાત્રે સ્વપ્નમાં કહ્યું કે “હે વત્સ ! યવનસેનાની તું ચિંતા કરીશ નહીં, કારણ કે વીરધવલ રાજાનું અને તારું ભાગ્ય હજી જાગ્રત છે. વેગવંત અને ઉન્નત અાથી શીઘગામી યવને અબુદાચલના માર્ગે