________________
૪૬૨
૩૬ર
શ્રોવસ્તુપાલ ચત્રિ ભાષાંતર
સપ્તમ પ્રસ્તાવ
હવે એક દિવસ પ્રભાતે શૌચક્રિયા કરીને શ્રીવીરધવલ રાજા રાજ લીલાપૂર્વક પિતાની રાજસભામાં આવીને સિંહાસન પર બેઠે હતું, એવામાં રાજાઓથી સેવ્યમાન અને બંને મંત્રીઓથી પરિવૃત્ત એવા તેને ચરપુરૂષએ. આવીને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામિન! ઉત્તર દિશામાં અસંખ્ય ગુણોના સ્થાનરૂપ અને સમસ્ત સંપત્તિના ધામરૂપ એવી ચેગિની નામે પ્રખ્યાત નગરી છે. જ્યાં સર્વ પુરૂષ સમર્થ, પુણ્ય અને લાવણ્યથી ગંભીર, ધીમાનેને પ્રિય, કુળ પરંપરાથી સંપત્તિને ભેગવનારા તથા લક્ષણવંત છે. ત્યાં સમુદ્રની જે દુસ્તર બહુજ સત્વશાળી અને પિતાની સેનાથી પરિવૃત એ શ્રીમાન મજદીન નામે રાજા છે. તે યવનેશ્વર વેગવંત અશ્વોથી બલિષ્ઠ અને પિતાના જાતિસ્વભાવથી અન્યાયનો પરમ અવધિ છે. અર્જુનના વેગવંત બાણોની જેમ જેના કરોડે સુભટે એક ક્ષણવારમાં રણભૂમિને આચ્છાદિત કરી મૂકે છે. જેની સેનાપતિ સહિત સેનાથી રણભૂમિમાં ત્રાસ પામેલા શત્રુઓને માત્ર તૃણ ભક્ષણ કરવાથીજ દયાપૂર્વક છોડી મૂકવામાં આવે છે. સમુદ્રના ચલાલ કલ્લોલની જેમ જેની સેનાના મદોન્મત હાથીઓ આ અચલા (વસુંધરા) ને ચારે બાજુ આદ્ર કરી મૂકે છે. હે સ્વામિન્ ! તેના આદેશથી શૂરવીર રાજાઓથી પ્રચંડ. એવી તેની સેના ગુર્જરભૂમિ તરફ વેગથી ધસી આવે છે.” આ પ્રમાણેની ચરપુરૂષની વાણું સાંભળતાં ચિંતાથી દિમૂઢ.