________________
૩૬૦
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કથનથી આવું મહાપાપ કર્યું ? અંધકારથી ઘેરાયેલ અંધ જેમ અંધકૃપમાં પડે છે, તેમ કુગુરૂથી મૂઢ બનેલે તું ભવફપમાં પડ્યો. હું તે કઈ કઈ વખત જે લેકકૃત્ય કરું છું તે રાજાના મનને પ્રસન્ન કરવા અને સ્વધર્મની સ્થિરતા માટે કરૂં છું.” પછી અધર્મીઓના દષ્ટાંતરૂપ એવા તે બ્રાહ્મણને બોલાવી કર્કશ વાક્યોથી તેની નિભ્રંછના કરીને મંત્રીશ્વરે તેને કહ્યું કે “અરે વિપ્ર! તુ આસપાલને ગુરૂ બની લક્ષ દ્રમ્મ લઈને લોભાંધ બન્યું છું. અત્યારે જે ગુરૂ સહિત યજમાનને હું દંડ કરું તે લોકમાં મને અવર્ણ વાર લાગે તેમ નથી, કેમકે તું બ્રાહ્મણ છતાં ઉભય લોકવિરૂદ્ધ કર્મ કરે છે અને મુગ્ધ લોકોને છેતરીને અંધ એવા ભવકૂપમાં નાખે છે. આજથી આ દુરાશય આસપાલને હું જ્ઞાતિ બહાર કરું છું અને તેને ગુરૂ એ તું પણ કદાપિ મારી નજરે ચડીશ નહીં એમ આજ્ઞા કરું છું. વળી હવે પછી પ્રભાસમાં સ્નાન કરતાં શત્રુંજયાદિ તીર્થ પર કરેલ વ્યયના શેાધનનિમિત્તે જે કઈ મૂઢાત્મા પ્રાયશ્ચિત્ત આપશે તેને બ્રાહ્મણોએ સર્વત્ર જ્ઞાતિબહાર કરે એવો હુકમ કરું છું.” એ રીતે મંત્રીશ્વરે ત્યાં સર્વ બ્રાહ્મણોને બેલાવીને તેની પાસે વ્યવસ્થા કરાવી. પછી આસપાલના પિતાના આગ્રહથી લક્ષ દ્રશ્નના વ્યયપૂર્વક મંત્રીએ આસપાલને પાછો જ્ઞાતિમાં લીધે.
- પછી શ્રી સંઘ સમસ્તને ગૌરવ સહિત સર્વ પ્રકારે વસ્ત્રાદિ તથા ચંદન, કુસુમાદિથી સત્કાર કરીને તેને યથા