________________
સપ્તમ પ્રસ્તાવ
દહીંથી મેળવેલો શીત કરી નાખવા લાગી. કોઈ વીર નારી પૃથ્વી પર પડેલા પોતાના સ્વામીને કમળ પાણિપથી જાણે શાંત કરતી હોય તેમ ભક્તિપૂર્વક તેના ચરણ ચાંપવા લાગી. કેઈ મૃગેક્ષણ રણભૂમિમાં પોતાના પતિને વિમુખ થયેલ જોઈને રોષથી રક્ત બની તેના પર તીર્ણ કટાક્ષ ફેંકવા લાગી. કેઈ પ્રબળ યવનાંગના પોતાના મૃત પતિથી વેષ્ટિત થઈ શત્રુસુભટ પર બાણો વરસાવવા લાગી. કોઈ શીલવતી પ્રમદા પિતાના સ્વામીને કપૂરથી વાસિત શીતલ જળનું પાન કરાવવા લાગી, કારણ કે સંકટ સમયે સ્ત્રી એ સાચા મિત્ર સમાન છે. આ વખતે રણભૂમિમાં લાખો વીર ચવનેને જમીન પર ઢળી પડેલા જેઈને પાવન કરૂણું રસથી પૂરિત એ તે મંત્રીશ્વર યુદ્ધથી વિરામ પામ્યા, એટલે હતશેષ રહેલા યવનો રણભૂમિને તજી પોતાના પ્રાણ મુષ્ટિમાં લઈને ભાગી ગયા.
એ રીતે દેવીના પ્રસાદથી જયલક્ષમી મેળવીને મંત્રીશ્વરે તે વખતે યવનેનાં સેંકડો અ, બરો અને આયુધો ગ્રહણ કર્યા પછી રણકર્મમાં સહાય કરનાર એવા પરમાર રાજાને અપરિમિત સન્માન અને દાનથી આનંદ પમાડીને નીતિમાન્ એ મંત્રિરાજ વાદ્યમાન અગણિત વાજિત્રાના નાદથી શત્રુઓને ત્રાસ આપનાર તથા તારણે અને વજાઓથી સુશોભિત એવા પત્તનપુર પાસે આવ્યો, એટલે હર્ષિત થયેલા નગરજનો હાથમાં પ્રૌઢ ભટણાં લઈ, આનંદપૂર્વક સામે આવીને સત્કમાં સજજનેને સહાય કરનાર