________________
સપ્તમ પ્રસ્તાવ
૩૭૧
કીર્તિમાન એવા મંત્રીશ્વરે તે કવિઓને પુષ્કળ દ્રવ્ય આપ્યું, અને પોતે સુજ્ઞ હોવાથી તેમણે કરેલી સ્તુતિને લીધે અંતરમાં લેશ પણ ગવિષ્ટ ન થયા. તે મંત્રીશ્વરની કીર્તિરૂપ રાજહંસી, કવીંદ્રોરૂપ ગિરિરાજમાંથી નીકળતી સરસ્વતી (નદી)ના વિસ્તૃત પ્રવાહ પર આરૂઢ થઈને સમસ્ત ભૂમંડળમાં સંચાર કરતી સમુદ્ર પર્વત પહોંચી ગઈ.
એકદા ગુરૂવને લીધે કવિઓથી સ્વંયમાન એવા મંત્રિરાજે લજજાને લીધે પિતાનું મુખ નીચું કર્યું, એટલે સેમેશ્વર કવિ બોલ્યો કે-“હે વસ્તુપાલ વિભે! તું એકજ ભુવનેપકારક છે–એવું સજજનેનું કથન સાંભળતાં લજજાથી નમ્ર મુખ કરી તું જે આ ધરાતલને જુએ છે, તેથી હું ધારું છું કે હે સરસ્વતીવદનકમળના તિલક ! પાતાલમાંથી બલિ રાજાને ઉદ્ધાર કરવાની ઈચ્છાથી વારંવાર તું તે માર્ગની શોધ કરે છે. આ પ્રમાણેની
સ્તુતિથી પ્રસન્ન થઈને તેણે તેના સેવકોને વર્ષાસન બાંધી આપ્યાં અને તેને એક લક્ષ દ્રમ્મ આપ્યા.
તીર્થયાત્રાના અવસરે મંત્રીએ અલંકારશાસ્ત્રીઓમાં મુખ્ય એવા શ્રીમાન માણિક્ય સૂરિને બેલાવ્યા હતા, પરંતુ તે કાવ્યપ્રકાશસંકેત બનાવવામાં વ્યગ્ર હોવાથી આવી શક્યા નહોતા, તેમજ તેમણે કોઈ પોતાના શિષ્યને પણ મેકલ્યો નહોતો, એટલે શ્રીવાસ્તુપાલના આદેશથી તેજપાલ મંત્રીએ તેમને કંઈક વક્રોક્તિગર્ભિત એક લેખ મોકલ્યો. તેમાં લખ્યું કે