________________
સપ્તમ પ્રસ્તાવ
૩૬૯ ઉન્નત રોય કરાવ્યું. વળી સમસ્ત રાજમંદિરમાં તેણે સુવર્ણના નવીન કળશે કરાવ્યા અને મૂળનાયક જિનેની સ્થાપના કરી. વળી શીલશાળી મુનિઓના નિવાસમાં ઉપયેગી થાય તેવી પિતાના પુણ્યાર્થે તેણે સેંકડે વિશાળ ધર્મશાળાઓ કરાવી. વળી આશ્રિતવત્સલ એવા તેણે નાગેંદ્ર ગચ્છના સાધુએનિમિત્ત ત્રણ ભૂમિની એક ઉન્નત ધર્મશાળા કરાવી આપી તથા દીનાત્ત જનોની સુધા તૃષાની શાંતિનિમિત્તે તેણે ત્યાં યુક્તવાળી દાનશાળાઓ કરાવી. વળી સજજનને લાધ્ય એવું સંઘવાત્સલ્ય કરીને તેણે સર્વ સાધુઓને પ્રતિલાલ્યા.
એ રીતે અનેક પ્રકારનાં ધર્મકૃત્ય કરીને આગળ ચાલતાં માર્ગમાં લોકથી ખૂયમાન અને સ્થાને સ્થાને જેને વર્ધાપત્સવ કરવામાં આવે છે એ તે મંત્રીશ્વર અનુક્રમે જ્યાં અનેક વિજાએ લટકાવી દેવામાં આવી છે એવા ધવલપુરમાં આવ્યો અને યવન સાથે યુદ્ધ કરતાં જય પામીને મેળવેલા અનેક પ્રકારની વસ્તુઓનાં ભેંટણપૂર્વક વિકસ્વર મુખકમળવાળા શ્રીવીરધવલ રાજા પાસે આવીને તેણે પ્રણામ કર્યા, એટલે તેના પર પંચાંગ પ્રસાદ કરીને પ્રસન્ન થયેલા એવા વીરધવલ રાજાએ તે વખતે તેની સ્તુતિ કરી કે “હે વસ્તુપાલ! તું વિકટ માગે ચાલતું નથી, ગર્વથી મુખ ઉંચે રાખતો નથી, અભિમાનથી ખુરપુટવતી પૃથ્વીને ખેતરતો નથી અને ૨૪