________________
: - સપ્તમ પ્રસ્તાવ
પર મારી હદમાં પ્રવેશ કરશે, તેની સેનાને ઓળંગવાના ઘાટ (પર્વતના માર્ગ) ઘણાજ દુર્ગમ છે, માટે વીર રાજાઓને લઈને તારે પ્રયત્નપૂર્વક ત્યાં આવી તેને નિષેધ કરો, અને જ્યારે એ યવન સર્વ નિઃશંક થઈને પિતાની છાવણીમાં વાસ સ્વીકાર કરી અન્નપાકાદિ, કિયામાં વ્યાકુળ હોય તે વખતે ધીમાન્ એવા તારે સેનાની આગળ થઈ સર્વ સામગ્રી સાથે યુદ્ધ કરવાને પ્રારંભ કરવો. હે મંત્રિનું ! મારા પ્રભાવથી રાજહંસીની જેમ જયલમી સત્વર લીલાપૂર્વક તારા કરકમળમાં આવીને નિવાસ કરશે. એ રીતે દેવીના આદેશને પામીને તે તરતજ જાગ્રત થયો અને મંગલધ્વનિપૂર્વક પલંગથી નીચે ઉતર્યો. પછી આવશ્યકાદિ આચાર તથા જગદગુરૂની પૂજા કરીને પ્રબલ ઉત્સાહ યુક્ત એવો તે અબુદગિરિ. તરફ ચાલ્યો. આગળ ચાલતાં પ્રહાદનપુર (પાલણપુર): માં આવીને આનંદી એવા તેણે પ્રહાદનત્ય પરમ ભક્તિપૂર્વક શ્રીપાશ્વ પ્રભુને વંદન કર્યું. ત્યાં નિત્ય પર સુવર્ણના ત્રણ કુંભ સ્થાપીને તેણે ડાબી બાજુએ શ્રીનેમિનાથનું મેટું બિંબ સ્થાપન કરાવ્યું. વળી તેના બલાનકમંડપનો તેણે ઉદ્ધાર કરાવ્યું અને ત્યાં પૂજા નિમિત્તે સેપારી બજારની સર્વ આવક અર્પણ કરી.
પછી ચંદ્રાવતી નગરીમાં આવતાં અબુદગિરિના એશ્વર્યયુકત ધારાવર્ષ રાજા મંત્રીશ્વરની સન્મુખ આવ્યું, અને ભેંટણાથી તેને સંતુષ્ટ કરીને અબુદગિરિના સ્વામીએ,