________________
' ' દ્વિતીય પ્રસ્તાવ વારંવાર છલંગ મારતાં નિઃશંકપણે દયા કરે, પણ સિંહ આવતાં તે બધાં કયાંયે સંતાઈ જશે.” વળી હે દેવ આપના સિન્યમાં પોતે એક છતાં તે ત્રણેને છતે એ ડેડીય વંશમાં ઉત્પન્ન થયેલ જેહુલ નામે બહાદુર ક્ષત્રિય છે. બીજે ચૌલુક્ય વંશમાં ચંદ્રમા સમાન સમશર્મા વીર છે અને ત્રીજે ત્રણે જગતને જીતનાર તથા ગોહિલ વશમાં ઉત્પન્ન થયેલ ક્ષેત્રવર્મા છે. વળી કલિયુગના સાક્ષાત્ અર્જુન સમાન એવા આપનું તે વર્ણન જ શું કરવું? કે જે એક છતાં સંગ્રામમાં શત્રુઓના મનમાં અનેક જેવા લાગે છે.” આ પ્રમાણે તે બંને પરસ્પર વાત કરતા હતા, તેવામાં દ્વારપાળે રાજાને પ્રણામ કરીને કહ્યું કે હે સ્વામિન્ ! કઈ એક પુરૂષ દ્વાર આગળ અટકાવવાથી બેઠે છે. તે વિશ્વને પાવન કરનાર આપના દર્શન કરવાને ઈચ્છે છે તો આપ તેને માટે શું આદેશ કરો છો?” એટલે ભ્રકુટીના ઈસારાથી રાજાએ કહ્યું કે-તેને મારી પાસે લાવ.” આ પ્રમાણેના રાજાના આદેશથી પેલા પુરૂષે અંદર આવી રાજાને નમસ્કાર કરીને નિવેદન કર્યું કે-“હે સ્વામિન! સામંતપાલ વગેરે ચહુઆણુ વંશના ત્રણ સુભટોએ તમને કહેવરાવ્યું છે કે-છ લાખ દ્રવ્યથી સંઘરેલા અનેક સુભટની સહાયતાથી હે રાજન્ ! રણભૂમિમાં હવે તમારું સારી રીતે રક્ષણ કરજે, કારણ કે આવતી કાલે પ્રભાતે કુમારી નદી પર સંગ્રામ શરૂ થતાં તમે જ પ્રથમ અમારા અતિથિ થવાના છે ” આ પ્રમાણેનું તેનું કથન સાંભળી તેને યાચિત દાન આપીને ચુલકસ્વામીએ જરા હસીને કહ્યું કે