________________
ષષ્ઠ પ્રસ્તાવ
૩૩૧. ચાપત્યદેષ લાગી ગયો છે, માટે હે લોકપ્રિય ! એ સમસ્ત દેષ એના ભાળ પરથી તમારે ભુંસી નાખ.” એ પ્રમાણેની. તેની ઉક્તિથી અધિક પ્રસન્ન થયેલા એવા સમવંશી વસ્તુપાલે એ સમુદ્રને પત્ર લાવનારને ચાર લક્ષ દ્રશ્ન આપ્યા. અહો ! આ મેઘ શ્રાવણ મહીનામાં વરસીને પુનઃ શરદ્દ ઋતુમાં વરસતો નથી, ફળેલ વૃક્ષોનાં ફળે લઈ લેતાં પુનઃ તરતમાં તે ફળતાં નથી, અને પૂર્વે દેહવાયેલી ગાયે પુનઃ તરતમાં કદાપિ દુધ આપતી નથી, પરંતુ આ મંત્રીશ્વરની ઉદાર મતિ તે દાન કરવામાં કદાપિ વિરામ પામતી નથી.'
પાદલિપ્તપુરથી આગળ ચાલતાં અને શ્રીમાન્ , નેમિનાથ સ્વામીને વંદન કરવાની ઈચ્છાથી ગિરનાર તરફ જતાં મંત્રી સર્વ શ્રીસંઘ સહિત માર્ગમાં તાલધ્વજપુરે. આવ્યા. ત્યાં તાલધ્વજ પર્વતના ઉન્નત શિખર પર મુગટ સમાન એ શ્રીગરષભ પ્રભુનો તેણે પ્રાસાદ કરાવ્યો. પછી તે તે દેશના અધિકારી રાજાએથી નમન કરાતા એવા તે મંત્રી અનુક્રમે મધુમતી પુરી (મહુવા)માં આવ્યા. ત્યાં જાવડશાહે કરાવેલા શ્રી વીર પ્રભુના મંદિરમાં ધ્વજારોપ સહિત નવીન સુવર્ણકુંભ સ્થાપન કર્યો. ત્યા સ્તંભતીર્થનિવાસી ભીમ નામના સંઘપતિએ ભક્તિપૂર્વક સ્વામિવાત્સલ્ય કર્યું. ત્યાંથી આગળ ચાલતાં અજ નામના રાજાથી સત્કાર પામેલા મંત્રીશ્વર અજાહરપુર (અંજાર)માં આવ્યા અને ત્યાં નવનિધિ પાશ્વનાથનાં તેણે દર્શન કર્યા. ચતુરશિરોમણિ એવા તેણે તે જિનમંદિરનો ઉદ્ધાર કરીને