________________
૩૫૪
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર એમની અને તેજપાલની મૂર્તિ કરાવી, અને શાંબ શિખર પર તેણે પિતાના પિતાના શ્રેયનિમિત્તે શ્રી નેમિ પ્રભુની, પિતાની અને માતાની મૂર્તિ ભક્તિપૂર્વક સ્થાપન કરાવી. વળી શ્રી તેજપાલ મંત્રીએ કલ્યાણત્રિતય એવા નામથી પ્રસિદ્ધ શ્રી નેમિનાથભવનને આરસથી ઉન્નત કરાવ્યું, અને વિશેષજ્ઞ એવા તેણે તેના શિખર પર સાત ચોસઠ ગદીયાણા સુવર્ણ નો અને પ્રૌઢ કલશ સ્થાપન કરાવ્યું. ત્યાં ત્રિરૂપે રહેલા શ્રીનેમિસ્વામી પ્રણામથી દુર્ગતિને દૂર કરે છે અને સ્તુતિથી નિવૃતિ આપે છે. ત્યાં શ્રીનેમિનાથનું પંચામૃતથી સ્નાત્ર કરતાં પ્રાણ પરભવમાં પ્રૌઢ અને ઉદાર પદવીને પ્રાપ્ત કરે છે. ત્યાં બલાનક પર બિરાજમાન શ્રીનેમિ પ્રભુ ત્રણ ઉપવાસ કરીને તેમની પાસે કાર્યોત્સર્ગ રહેનારને સાક્ષાત્ પિતાનું સ્વરૂપ દર્શાવે છે. ત્યાં તીર્થયાત્રિકોને જળની અગવડ જોઈને મંત્રીશ્વરે સર્વત્ર જળકુંડ કરાવ્યા.
- શ્રી ઉજ્જયંત ગિરિની નીચે નવાં હાટ, પ્રપા, વાપી અને સંઘપતિ ગૃહથી સુશોભિત એવું નવીન તેજપાલપુર વસાવ્યું, અને તેના અનુજ બંધુ સુજ્ઞ તેજપાલ મંત્રીએ નિષ્કપટ ભાવે સંઘવાત્સલ્યનિમિત્ત ત્યાં દાનશાળાઓ કરાવી. આ નવીન નગરમાં રહેનારા લોકે કુબેર સમાન શ્રીમંત, સર્વદા કરવર્જિત, સંઘનું વાત્સલ્ય કરનારા અને પુણ્યકાર્યમાં સદા તત્પર હતા. વળી પિતાના પિતાના યનિમિત્તે સુજ્ઞ એવા તેણે એ નગરમાં આસરાજવિ.