________________
ષષ્ઠ. પ્રસ્તાવ
૩૫૩
ગનાએ પોતાના સ્વામીનું રૂપ અને સૌભાગ્ય હરણ કરે છે અને વિનય સહિત જિનેશ્વરોને વંદન અને પ્રણામ કરતા મુનિઓ જ્યાં પિતાનાં કટિભવનાં પાપ ખપાવે છે, માટે ત્રણે જગતમાં આ તીર્થ સમાન બીજુ તીર્થ નથી.” એમ પિતાને હાથ ઉંચે કરીને જાણે કહેતી હોય એવી સ્તંભસ્થ પૂતળીઓ ભાસતી હતી. વળી શ્રી નેમિનાથ તથા પોતાના વંશજોની મૂર્તિએ યુક્ત તેણે એક મુદ્દઘાટનક સ્તંભ કરાવ્યા. વળી ત્યાં પોતાના પિતા આશરાની અને સેમવંશ પિતામહની અશ્વસ્થ મૂર્તિ તેણે કરાવી. વળી કુળરૂપ કૈરવને ચન્દ્રમા સમાન એવા તેણે પ્રપામઠની પાસે સરસ્વતીની પ્રતિમા સહિત, પ્રશસ્તિયુક્ત અને પિતાના પૂર્વજોની મૂર્તિઓ સહિત ત્રણ દેવકુલિકા કરાવી. વળી ઉન્નત એવા શ્રી નેમિમંડપ પર પોતાના વિશાલ કુળમાં શ્રીમાન એવા તેણે કલ્યાણકળશ (સુવર્ણ કળશ) આરેપણ કર્યો. શ્રી અંબિકા દેવીના મંદિરમાં તેણે મંડપ કરાવ્યો અને ત્યાં આરસની એક દેવકુલિકા કરાવી. તેમજ પોતાના નિર્મળ યશ સમાન ઉજજવળ આરસથી તેણે ત્યાં અંબિકાને પરિકર કરાવ્યું. તેના શિખર પર ચંડપના શ્રેયનિમિત્તે તેણે શ્રી નેમિ પ્રભુની મૂર્તિ, ચંડપની રમ્ય મૂર્તિ અને મલદેવની સુંદર મૂત્તિ કરાવી. વળી ચંડપ્રસાદના પુણ્યનિમિરો તેણે અવલોકના શિખર પર શ્રી નેમિ પ્રભુની ચંડપ્રસાદની અને પિતાની મૂર્તિ સ્થાપના કરી. પ્રદ્યુમ્ન શિખર પર સામના શ્રેયનિમિત્તે તેણે શ્રી નેમિનાથની, ૨૩