________________
ષષ્ઠ પ્રસ્તાવ
૩૫૧
વ્યય કર્યાં. તે શ્રીમાન્ વસ્તુપાલ મંત્રીશ્વર જગતમાં જયવંત વર્તો.
હવે અદ્ભુત ભાગ્યવંત એવા તે મને મત્રીએએ શ્રી ગિરનાર તીર્થમાં જે ધમ કૃત્યા કર્યાં તે હવે સક્ષેપથી કહું છું. શ્રી રૈવતાચલના શિખર પર શ્રી નેમિ પ્રભુના ચૈત્યની પાછળ પાતાના શ્રેયનિમિત્તે શ્રી શત્રુજયપતિ આદિનાથનુ· ચૈત્ય પાપને દૂર કરનાર એવુ' વસ્તુપાળવિહાર નામનું વાસ્તુના પતિ વસ્તુપાળે કરાવ્યું. દેદીપ્યમાન એવા સુવણ કુંભ તથા ફરકતી પતાકાયુક્ત, કૈલાસ ગિરિ સમાન ઉન્નત, દેવાને પણ આશ્ચર્ય પમાડે તેવું તે શ્રીમાન યુગાદિનાથનું ચૈત્ય જોતાં કયા મનસ્વી પુરુષના અંતરમાં પરમ આનંદ ન ઉભરાયા ? વળી તે ચૈત્યમાં અત્યંત પવિત્ર કાંતિયુક્ત અને દૃષ્ટિને એક મહાત્સવરૂપ એવી આદિનાથ પ્રભુની મૂત્તિ જોતાં શું આ મૂર્તિ ઉજ્જવળ સુવર્ણના અથવા ચંદ્રમંડળના પરમાણુ દળ લઈને બનાવવામાં' આવી છે કે ક્ષીરસાગરના ઉદાર કલ્લેાલ લઈ ને અનાવવામાં આવી છે ? ’ એવા વિકલ્પ થતા હતા. વળી પોતાના પૂર્વજોના શ્રેયનિમિત્તે મત્રીશ્વરે શ્રી અજિતનાથ અને વાસુપૂજ્ય ભગવંતની મૂર્તિ સ્થાપન કરી, અને તેના રંગમંડપમાં તેણે મેાટા પ્રમાણ યુક્ત ચડપની મૂત્તિ, શ્રી વીર જિનનું બિંબ અને અંબિકાની મૂર્ત્તિ કરાવી. ગર્ભગૃહના દ્વાર આગળ દક્ષિણ અને ઉત્તર બાજુએ પેાતાની અને પાતાના અનુજ ખંધુની ગજારૂઢ મૂર્ત્તિ સ્થાપન કરાવી. તેની ડાબી