________________
૩૫૦ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર વાળા એવા તેણે ત્યાં સુધાના કુંડરૂપ અને વિસ્તૃત કમળોયુક્ત એક કુવ કરાવ્યો અને પરબ મંડાવી. તેમજ એ મંત્રીશ્વરે વટવૃક્ષ, કૂપ અને મંડપિકા સહિત વાલાક ગામ તથા મંડપદ્ર ગામ શત્રુંજયને આધીન કર્યા. વીરેજય નામના ગામમાં વસ્તુપાલના નામથી એક ચિત્ય અને યાત્રિકોની સગવડતાને માટે પરબ તથા દાનશાળા તેણે કરાવી. વળી ભક્તિથી ભાવિત એવા તેણે વિરેજય ગામની બધી આવક શત્રુંજયની પૂજા નિમિત્તે અર્પણ કરી. વળી ત્યાં સંઘને ઉતરવાની સગવડનિમિત્તે તેણે પ્રતેલી અને વપ્ર સહિત પાંચ મઠ કરાવ્યા. “સર્વ દાનોમાં અન્નદાન વધારે શ્રેષ્ઠ છે અને તેમાં પણ તીર્થભૂમિમાં તે વધારે ફળદાયક થાય છે” એમ ધારીને નાના પ્રકારના ભોજનની સામગ્રી સહિત અને શ્રમને દૂર કરનાર એવી ત્યાં બે દાનશાળાઓ કરાવી કે જ્યાં તીર્થ યાત્રિને તથા તીર્થની રક્ષા કરનારા લોકોને ગૌરવપૂર્વક યથારુચિ અન્નદાન નિરંતર આપવામાં આવતું હતું.
વળી અંકપાલ નામના ગામમાં પવિત્ર આશયવાળા તેણે પિતાના પિતાના શ્રેયનિમિત્તે જિનભવન, માતાના શ્રેયનિમિત્તે પરબ, માત-પિતાની સમૃદ્ધિને નિમિત્તે દાનશાળા અને પિતાના પ્રયનિમિત્તે સરોવર, મહાદેવનું મંદિર તથા મુસાફરોને રહેવા માટે સ્થાન વિગેરે કરાવ્યાં. એમ નાનાં મેટાં જિનચૈત્ય, જિનબિંબ તથા મહેન્સમાં ધર્માર્થી એવા તેણે શ્રી શત્રુંજય ગિરિ ઉપર સુરાસુર અને મનુષ્યોની સમક્ષ સર્વે મળીને અઢાર કટિ અને ત્રેસઠ લક્ષ દ્રવ્યનો