________________
૩૫૨
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
ખાજીએ લલિતા દેવીના શ્રેયનિમિત્તે તેણે પેાતાના પૂર્વજોની મૂર્ત્તિઆ સહિત સમેતશિખરની રચના કરાવી અને દક્ષિણ બાજુએ સૌખ્યલતાના શ્રેયનિમિત્ત પેાતાની માતા અને બહેનની મૂર્ત્તિઓ સહિત અષ્ટાપદની રચના કરાવી. વળી ત્રણે વિદ્યાના આશ્રયરૂપ એવા તેણે એ ત્રણે પ્રાસાદના ત્રણે જગતને આશ્ચર્ય પમાડે તેવાં ત્રણ તારણ કરાવ્યાં. વળી સુજ્ઞ એવા તેણે વસ્તુપાલવિહારની પાછળ અનુત્તર વિમાન સમાન કપ યક્ષનુ એક મંદિર કરાવ્યુ’. વળી મરૂદેવી માતાના મંદિરમાં માતૃભક્ત એવા તેણે પાતાની માતાની ગજેદ્રસ્થ મૂત્તિ સ્થાપન કરાવી, તેમજ શ્રી નેમિનાથના ચૈત્યમાં ત્રિદ્વારમ`ડપના દરેક દ્વાર પર ચંદ્ર સમાન નિર્મળ પાષાણનાં ત્રણ તારણ રચાવ્યાં. મત્રીશ્વરે શ્રી નેમિનાથ ભવનના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દ્વારને તારણેાવડે એવાં તે સુÀાભિત કરાવ્યાં કે તેની શેાભા જોતાં જગતની દૃષ્ટિ અન્યત્ર વિશ્રામજ ન પામે. શ્રી નેમિ પ્રભુના ચૈત્યના ગર્ભગૃહમાં ઉત્તર અને દક્ષિણ બાજુએ તેણે પેાતાના પિતાની અને પિતામહ ( દાદા )ની અશ્વસ્થ મૂર્ત્તિ કરાવી અને ત્યાં પેાતાના માતપિતાના શ્રયનિમિત્તે શ્રીશાંતિનાથ તથા અજિતનાથ ભગવંતની કાયાત્સર્ગસ્થ મૂર્ત્તિ કરાવી. વળી તે ચત્યના ચડપમાં જિનસ્નાત્રને માટે અગવડ પડતી જોઈને તેણે એક વિશાલ ઈંદ્રમડપ કરાવ્યા. જ્યાં શ્રી નેમિ પ્રભુની મહા અદ્ભુત મૂત્તિ જોઈ ને સ્નાત્ર કરનારા આનંદમગ્ન થઈ ક્ષણભર બ્રહ્મસુખના સ્વાદ લેતા હતા. ‘જ્યાં નિભ ય થઈને લીલાપૂર્વક નૃત્ય કરતી એવી ભાગ્યવતી દેવાં