________________
૩પ૬ શ્રીવાસ્તુપાલ અસ્ત્રિ ભાષાંતર ઉદ્ધાર કરાવ્યો. વળી એ મંત્રીશ્વરે રેવતાચલના શિખર પર દાનશાળા, મઠ અને સંઘના ઉતારા માટે મકાન કરાવ્યાં. તેમજ ત્યાં સર્વ દાનશાળાઓમાં તેણે અભ્યાગતોને યથેચ્છ અન્નદાન અપાય તેવી વ્યવસ્થા કરી. “મહાતીર્થમાં જે સુપાત્રને અન્નદાન આપવામાં આવે તે શિવલક્ષ્મી સ્વયમેવ હતકમળમાં આવીને પ્રાપ્ત થાય છે એમ ધારી શ્રીજિનેશ્વરોને પૂછ, સાધુઓને શુદ્ધ અશન પાનાદિ આપી, દીન જનેને ઉદ્ધાર કરી અને ધાર્મિક જનોને સહાય આપીને તીર્થયાત્રાથી તેણે પરમ પવિત્રતા પ્રાપ્ત કરી.
હવે અહીં સંગ્રહ ક્લેકની હકીક્ત આપવામાં આવે છે.
શ્રી ગિરનારતીર્થના શિખર પર જે સુકતશાળીએ પિતાના શ્રેયનિમિત્તે જિનમંદિર, જિનબિંબ, મઠો અને આવાસાદિ કરાવતાં બાર કટ અને વ્યાશી લક્ષ દ્રશ્ન ખરચ્યા એ શ્રીમાનું વસ્તુપાલ મંત્રીશ્વર કેને પ્રશંસનીય ન હોય ?”
- ભૂમિમંડળ પર આળોટતા ગોહિલવાડના રાજાએએ સેવકોની જેમ અનેક ભેંટણાં આપીને મંત્રીશ્વરને. સત્કાર કર્યો. પછી ઇંદ્ર સમાન પ્રભાયુક્ત એવા મંત્રીશ્વર શ્રીસંઘ સહિત શ્રીઅંબિકા દેવીની સહાયથી પિતાના નગર તરફ ચાલ્યા. એટલે આગળ જળવડે પૂરવામાં મેઘ