________________
૩૪૮
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
મૂળ ચૈત્ય પર કાંચનનેા કળશ તથા શ્રીમદૅવીગૃહ પર સુવર્ણના દડ સહિત કળશ સ્થાપન કરાવ્યો. શ્રી યુગાદિદેવના ચૈત્ય પર પોતાના પૌત્ર પ્રતાપસિંહના પુનિમિત્ત સુજ્ઞ એવા તેણે ત્રણે મડપાના ત્રણ સુવર્ણ કુંભ કરાવ્યા. વળી પુણ્યાભિમુખ એવા શ્રી તેજપાલ મંત્રીએ પોતાના પુષ્યનિમિત્ત શ્રીપાર્શ્વનાથની મૂર્તિ સહિત પવિત્ર પ્રભાયુકત એવું શ'ખેશ્વરાવતાર નામે ચૈત્ય કરાવ્યુ, અને મડપની પાસે યશસ્વી એવા તેણે નદીશ્વર દ્વીપની રચના કરાવી. વળી કુલીન એવા તેણે પેાતાની સાતે મ્હેનાના કલ્યાણનિમિત્તે તેની પાસે સાત દેવકુલિકા કરાવી. તેમજ મહ્લદેવની સ્ત્રી લીલ્પા અને અનુપમા તેના પુત્ર અને પૌત્ર પૂર્ણસિંહ તથા પેથડ એમના પુણ્યનિમિત્તે ચાર દેવકુલિકા તથા મંત્રીના મિત્ર યશરાજ શ્રેષ્ઠીના શ્રેય નિમિત્તે ત્રણ દેવકુલિકા કરાવી. વળી અનુપમ મતિવાળા તેણે પોતપોતાના દેહમાન પ્રમાણ અનુપમા દેવીની તથા પાતાની આરસ પાષાણની એ મૂતિ કરાવી. તેમજ સુજ્ઞ એવા તેણે પાતાની અનુપમ પ્રિયાના અનુપમ પુણ્યની સિદ્ધિ નિમિતે એક અનુપમાસર નામે સરોવર અને જિનપૂજન નિમિત્ત તે સરોવરની પાસે આવેલા કુડ આગળ નંદન વનની શાભાને આપનાર એવી એક વાટિકા કરાવી. વળી તે સરૈાવરના કિનારા પર તેણે કપ યક્ષ અને અંબિકા દેવીના મંદિરના મિષથી વેલારશૈલ કરાવ્યા. તેમજ તે સાવરરૂપ તિલક પર કપર્દિ યક્ષના મંદિરની લક્ષ્મીના સીમંત સમાન પદ્યખંધ (પરથાર)