________________
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
પુષ્પ)ને સ્વીકારતા નથી, તમારા રેશમી વસ્ત્રોની પ્રશંસા કરતા સતા કૌપીન (લંગાટી) પર કોપાયમાન થાય છે, તમારા ઉત્તમ દુગ્ધરસથી સિંચાયેલા તે અમારા તીર્થંજળના અનાદર કરે છે તથા તમારા કપૂર અને અગરૂથી પ્રમુદ્રિત થયેલા પશુપતિ અમારા ગુગળને સુ'ધતા પણ નથી.’મંત્રીએ ‘એ પાઠ પુનઃ મારી આગળ લેા’ એમ કહેવાથી વાર વાર તેના ઉચ્ચાર કરતાં તે પૂજારીઆ અત્યંત કંટાળી ગયા એટલે ધાર્મિક એવા મ`ત્રીશ્વરે તેમને (૯૩૦૦૦) દ્રુમ્મ આપ્યા અને તેટલાંજ વર્ષાસન બાંધી આપ્યાં.
૩૩૪
એક દિવસે સપર્યારહિત એવા સમુદ્રની સર્વાંતઃ સપત્તિ જોઈને પેાતાના અનુજ ખંધુ સહિત મુદ્રાયુક્ત એવા મત્રી બોલ્યા કે-માણિકયના ભંડાર, પારિજાતકને પેદા કરનાર, વિષ્ણુના ક્રીડાગ્રહરૂપ, અમૃતના એક નિવાસરૂપ, વાસવ ની અને સીતાના દીક્ષાગુરૂ એવા હે ક્ષારજળસાગર! તારા આ સમસ્ત રૂપને ધિક્કાર થા, કેમકે શ્રુષિત, ચરાચર જગતના ગુરૂ તથા અભ્યાગત એવા દિગંબર દેવ (મહાદેવ)ને તે વિષપાન કરાવ્યુ.' એ વખતે તેજપાલ મંત્રી ખેલ્યા કે હે રત્નાકર ! જે રત્નાથી રાજાની રાણીઓનાં સ્તન વિભૂષિત થાય છે એવાં રત્ના પણ તારા કિનારે કાદવમાં રગદોળાય છે,’ એ પ્રમાણેની તેમની ઉક્તિથી પ્રસન્ન થયેલા સમુદ્રના અધિઠ્ઠાયક દેવે તેમને સુખકારક એવા દક્ષિણાવર્ત્ત શખ આપ્યા.