________________
પ્રસ્તાવ
૩૩૫
ત્યાંથી આગળ ચાલતાં મંત્રીશ્વરે પરાજય પમાડીને પુનઃ રાજ્ય પર બેસાડેલા એવા સાંગણેશના પુત્ર સિંહસેન રાજાએ સત્વર ત્યાં આવીને પિતાની જેમ જેનો સત્કાર કરે છે એવા મંત્રીશ્વર શ્રીસંઘ સહિત સરલ માગે જ્યાં અનેક ધ્વજાઓ ફરકી રહી છે એવી વામન
સ્થલી (વણથલી) નગરીમાં આવ્યા. ત્યાં પણ તેણે જિનમતમાં ફરમાવેલાં અને મુક્તિસુખને આપનારા જિનચિત્ય કરાવવા વિગેરે પુણ્યકાર્યો કર્યા. પછી સિંહસેન રાજાને સન્માનદાનથી આનંદ પમાડીને યાદવી નેત્રને ચન્દ્રમારૂપ એવા મંત્રીશ્વર જીણુદુગપુર (જુનાગઢ) આવ્યા. ત્યાં તેમની પ્રતિપત્તિ કરનારા યાદવેંદ્ર રાજાએ નામીચા અ તેને ભેટ ર્યા. ત્યાં મનુષ્યલેકમાં પરમતીથ, સિદ્ધપુરૂષથી સેવ્યમાન, મુનીશ્વરેથી સ્વંયમાન અને જ્યાં દેવ કીડા કરી રહ્યા છે એવા ઉન્નત શિખરોથી જાણે આકાશને આલેખતો હોય તે, તથા નેત્રના ઉત્સવરૂપ ઉજજયંત ગિરિરાજને જોઈને મંત્રી પરમ પ્રમોદ પામ્યા અને નૃત્ય કરવા લાગ્યા. ત્યાં સુવર્ણના પર્યાણથી વિભૂષિત એવા અનું દાન કરતાં અથજનેને તેણે એક ક્ષણવારમાં રાજા જેવા બનાવી દીધા. તેમજ સંઘલોકો પણ જાણે વિશ્વનું આધિપત્ય પામ્યા હોય તેમ ઉત્સાહથી વિવિધ ઉત્સવ કરવા લાગ્યા. એ પ્રમાણેની તેમની ભકિતથી જાણે પ્રસન્ન થયે હેય તેમ ગિરિરાજ માગ્યા વિના ફળ અને પુષ્પોથી તેમને સત્કાર કરવા લાગ્યું. “જે આ જગતમાં પ્રાણીઓના આશ્રયરૂપ છે અને જે પિતાની શક્તિથી