________________
૩૪૦,
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર મસ્તક પર સ્થાપન કર્યો અને લલિતા દેવીએ પિતાની લક્ષ્મીના સારરૂપ એ સ્થૂલ મુક્તાફળને હાર આનંદપૂર્વક પ્રભુના હૃદય પર પહેરાવ્ય. રોમાંચિત થતી સૌખ-- લતાએ ભગવંતના વિશાળ ભાલ પર માણિકયનું તિલક કર્યું. તેજપાલ મંત્રીએ સૂર્ય અને ચન્દ્રમંડળની કાંતિને
જીતનાર એવાં બે દિવ્ય કુંડળ ભગવંતના કાનમાં પહેરાવ્યાં. પિતાની ગુણસંપત્તિથી સ્ત્રીઓમાં રત્ન સમાન અનુપમા દેવીએ ભકિત અને ઉત્સાહપૂર્વક ભગવંતના કંઠમાં રત્નાવલી હાર પહેરાવે. વિચક્ષણ એવા જૈત્રસિંહ મહામંત્રીએ ભગવંતના બાહુને બાજુબંધ પહેરાવીને સુશોભિત કર્યા. મલદેવે કચ્છ દેશના રાજા પાસેથી પ્રાપ્ત થયેલ, સ્વરછ ચંદ્રકાંત સમાન નિર્મળ અને મને હર એ શ્રીવત્સ પ્રભુના હૃદય પર સ્થાપન કર્યો. તેમજ ઈતર જને પણ દર્પણ, તેરણ, કંઠાભરણ, આતપત્ર, ચામર, દીસ દીપક, ચન્દ્ર સમાન તેજસ્વી નવા નવા કળશ, તિલક, હાર અને શ્રેષ્ઠ
એવાં વિવિધ ફળેથી ભગવંતની પૂજા કરવા લાગ્યા. પછી પિતાના અનુજ બંધુ સહિત વસ્તુપાલ મંત્રીએ ચિત્યપરિપાટી કરતાં વિશ્વના અલંકારરૂપ એવી સર્વ ચૈત્યમાંહેની, જિનપ્રતિમાઓને સ્નાત્રપૂર્વક ચંદન અને કુસુમાદિકથી પૂજીને સુવર્ણ અને મણિમય અલંકારથી અલંકૃત કરી.
પછી સંતુષ્ટ અને રોમાંચિત થયેલા મંત્રીએ ભક્તિપૂર્વક અંજલિ જોડીને જગતને વંદનીય એવા ભગવંતની. આ પ્રમાણે રસ્તુતિ કરી :- “વૃક્ષ તે કલ્પવૃક્ષ અને અન્ય