________________
ષષ્ઠે પ્રસ્તાવ
૩૪૩
એવા શ્રી રૈવતગિરિ પર શ્રી નેમિનાથ ભગવંતની આગળ મગળદીવા કરતાં સ્તોત્ર રચનારા એવા આ ત્ જના તેમજ અન્ય અથી જનાને પ્રસન્નતાપૂર્વક ચાવીશ લક્ષ દ્રવ્ય દાનમાં આપ્યું.’ તે વખતે એ ગિરિરાજ પર દાન આપતાં તેજપાલ મત્રીએ તેા લક્ષ કે કેાટિ દ્રવ્યના વ્યયની ગણનાજ ન કરી. વળી સિહે ત્યાં આનંદ સહિત ધનના એવા વરસાદ વરસાવ્યું કે જેથી ત્રિરાએ તેને હેમાંબુદ એવું બિરૂદ આપ્યુ. તે વખતે રત્ન શ્રાવકે શ્રી નેમિનાથના રૌત્યના દ્વાર પર શિદ્વારની દીપિકા સમાન રત્નાની પરિધાનિકા કરાવી આપી. વળી ધનવતામાં અગ્રેસર એવા ભીમ શ્રાવકે આ જનોને ઉચિત એવા અગણિત પુણ્ય કાર્યાથી મત્રિરાજને પણ આશ્ચર્ય ચક્તિ બનાવી દીધા. વળી તે વખતે લલિતા દેવીની દાનલીલા સાંભળતાં ઇંદ્રાણી પણ મ`ત્રીશ્વરની ગ્રહસ્થિતિને ઈચ્છવા લાગી. તે અવસરે પાત્રદાન, જિનપૂજા તથા ઉદ્યાપન વિગેરે સુકૃત્યથી અનુપમા દેવીએ પેાતાના નામને યથાર્થ કરી બતાવ્યું, વિવેકી જના સર્વોપચારથી વિશદ પ્રકારે જિનપૂજા રચતાં સર્વાંગ સુખાધિપત્ય પામીને અનુક્રમે માક્ષસુખના ભાજન થાય છે.’ એમ ધારીને અતિશય ભક્તિમત એવા અન્ય સંઘપતિ શ્રાવકોએ પણ શ્રીનેમિનાથ પ્રભુની સર્વ પ્રકારે પૂજા કરીને સર્વ ઉપદ્રવની શાંતિ નિમિત્તે ત્યાં આરાત્રિકેત્સવ અને મંગળ નિમિત્તો મગલદીપ કર્યા. પછી અમિત દાનથી અથી જનેાને આન પમાડીને સાધુજનાને સત્કારપૂર્વક અનિવાર્ય આહારદાન