________________
ષષ્ઠ પ્રસ્તાવ
૩૪૫
કરાવી. વળી ત્યાં મત્રીકે જાણે જગતની રક્ષા કરનાર યામિક (પહેરેગીર) હોય એવી એ અજિતનાથ તથા શાંતિનાથની કાયાત્સગી મૂત્તિ કરાવી. આંતર શત્રુઓને જીતનાર, અંતરાયને દૂર કરનાર, જાણે કપૂરપૂરથી ઘટિત હાય તેવા નિર્માંળ અને જિતશત્રુ રાજાના પુત્ર એવા તે શ્રી અજિતનાથ પ્રભુ તથા શ્રી શાંતિનાથ પ્રભુને જોઈ ને કાના મનમાં આશ્ચર્ય ન થયુ?’વળી ત્યાં પાંચ પ્રકારની ભાગલક્ષ્મીના જાણે નિધાનકળશ હાય તેવા પાંચ સુવર્ણ કુંભ સ્થાપન કર્યો. વળી સાતે દુતિના જય કરીને જાણે જયસ્તંભ રાપ્યા હોય તેત્રી ત્યાં સાત દેવકુલિકા કરાવી. વળી ઈંદ્રમ`ડપમાં પશ્ચિમ દ્વાર આગળચદ્રકળા સમાન શ્વેત એવા સેંકડો પાષાણેાનુ તેણે તારણ રચાવ્યું. તે વખતે ધમે ઈંદ્રને કહ્યું કે-‘હે વત્સ ! બહુ ખેદ્યની વાત છે કે હું... (ધર્મ) ચિરપરિચિત છતાં તુ' મને એળખતા નથી, અને કળિકાળની રુચિને દલન કરનાર એવા મને જોયા છતાં તુ' હર્ષિત થતા નથી, તેનું ખરૂ ́ કારણ તેા મને એ લાગે છે કે વસ્તુપાલે મારા કળિકાલ શત્રુના નાશ કર્યાં, અને યાત્રા કરીને મારામાં અપૂર્વ તેજને સ્થાપન કર્યુ, તેમજ શત્રુ ંજયના શિખર ૫૨ ઉત્સવ નિમિત્તે એક મંડપ ઉભા કર્યાં. વળી તીર્થં લક્ષ્મીના મડનરૂપ એવા ઇંદ્રમ`ડપને કરાવતાં શ્રી વસ્તુપાલ મંત્રીએ કલ્પવૃક્ષને પાતાને સ્વાધીન કયુ", ચિંતામણિ રત્નને મનમાં સ્થાપન કર્યું, પાતાની વાણીને કામધેનુ અનાવી, પાતેજ નિધાન સ્વરૂપને ધારણ કર્યું, મંદિરને લક્ષ્મીમય બનાવી દીધું અને ધર્મના પુનરૂદ્ધાર કર્યાં.’