________________
૩૪૨
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
જોઇને જેણે પહેાંતર લક્ષ દ્રવ્ય ખરચીને શિવમ દ્વિરના સેતુ સમાન નવા સુમા અધાબ્યા, એવા શ્રી જિનશાસનના સૂર્ય સમાન અને શિષ્ટ જામાં અગ્રેસર શ્રી વાગ્ભટ મંત્રીશ્વર વિજયવંત વો. બે માસના ઉપવાસથી મુદ્રિત થયેલ એવા જેણે અંબિકા દેવીના આદેશથી હેમબલાનક પર જઈને પૂર્વ બ્રહ્મ કરાવેલી શ્રી નેમિનાથની પ્રભાવિક પ્રતિમા લાવીને નારાયણે (કૃષ્ણે) કરાવેલા આ ચૈત્યમાં સ્થાપન કરી એવા શ્રી રત્નશ્રેષ્ઠી શ્રાવક જયવંત વો. શ્રી સિરાજના આદેશથી પ્રૌઢતાયુક્ત એવુ અધિકારી પદ્મ પામીને સૌરાષ્ટ્ર દેશની સર્વ આવકના વ્યય કરી દંભરહિત અંતરવાળા જેણે શ્રી રેવતાચલ પર દિવ્ય પાષાણાનું નવીન શ્રી નેમિનાથનુ મંદિર બંધાવ્યુ' એવા શ્રી સજ્જનમંત્રીશ્વર જય પામે, પરંતુ અમૃત કરતાં પણ રસિક, ચંદ્રમાની ચળકતી ચાંદની કરતાં પણ સ્વચ્છ, નવીન આમ્રવૃક્ષની મંજરી કરતાં પણ વિકસિત, સુગંધયુક્ત અને વાદેવીના ત્રિશદ ઉદ્ગાર કરતાં પણ સરલ એવી શ્રી વસ્તુપાલ મંત્રીની ઉક્તિ (વાણી) કોના મનને આનંદ ઉપજાવતી નથી ? હું વસ્તુપાલ ! પૂર્ણિમાની રાત્રિથી ગતિ થયેલ ચદ્રમાની જ્યેાતિને જીતનાર એવા તમારા યશ, ક્ષીરસાગરરૂપ વસ્રને ધારણ કરનાર વસુધાના એક ઉત્તરીય વસ્ત્ર સમાન ભાસે છે.” ઇત્યાદિ સ્તુતિ સાંભળતાં કણ ભૂપ સમાન વિચક્ષણ એવા મત્રીશ્વરે સવ કવીશ્વરાના મનારથ પૂર્ણ કર્યા. કહ્યું છે કે-‘સર્વ જામાં અગ્રેસર અને ગુણવતામાં વિખ્યાત એવા શ્રીવસ્તુપાલ મંત્રીશ્વરે તીર્થોત્તમ