________________
૩૩૮
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સુવાસિત બનાવી દીધી. તે વખતે કપૂર અને કૃષ્ણાગરૂ ધૂપને ધૂમ્ર શ્રીનેમિનાથ પ્રભુના મંદિરમાં ફરી વળતાં આ કળિકાલ ભાગતે ભાગતે એક મશક (મચ્છ૨) જે થઈ ગયે. ઈન્દ્ર સમાન તેજસ્વી તથા પાપરહિત એવા મંત્રીએ ભગવંતની આગળ તારાઓ સમાન ઉજજવલ અક્ષતોથી ઉપદ્રવને વારનારા એવાં અષ્ટમંગળ આલેખ્યાં. પછી પ્રભુની સમુખ આરાત્રિકેત્સવ કરતી વખતે દાન લેવાને માટે સસંભ્રમથી આમ તેમ ભમતા અર્થી જનોને જોઈને કંઈક જાણે પિતાનું મન દુભાયું હોય તેમ મંત્રીએ વક ભ્રકુટીથી તેમની તર્જના કરી. આ અવસરે મંત્રીને મને ગત ભાવ જાણીને તેમને મનની પ્રસન્નતાને માટે સેમેશ્વર કવિએ કહ્યું કે-કલ્પવૃક્ષ ઈરછાસિદ્ધિયુક્ત એવા દેવતાઓના નિવાસમાં જતા રહ્યા છે, જોકે નિરાગી મુનિઓને વિશુદ્ધ આહાર આપનાર હોવાથી બલિ રાજા કષ્ટ પામીને પાતાળમાં ચાલ્યા ગયા છે અને મનવાંછિત પૂરનાર ચિંતામણિ રત્ન પણ કયાંક ચાલ્યું ગયું છે, માટે હે શ્રીવાસ્તુપાલ મંત્રીશ્વર ! તમે અથ જનની કદર્થનાને સહન કરો. એ પ્રમાણેની તેની ઉક્તિથી અંતરમાં પ્રસન્ન થયેલા અને કુબેર સમાન સમૃદ્ધિવાળા ચતુર મંત્રીએ તેને સવા લક્ષ દ્રવ્ય બક્ષીશ આપ્યું. પછી આરતી ઉતારીને મંત્રીએ ત્યાં જળધારાપૂર્વક વિધિથી મંગળદી કર્યો. ત્યારપછી ભગવંતને નમસ્કાર કરીને અને ત્યવંદન કરીને યાચક જનોને દાનથી આનંદ પમાડી તેણે મુનિજને પાસે જઈ તેમને વંદન કર્યું, કારણ કે-“સદ્દભાવપૂર્વક કરવામાં આવેલ જિનપૂજા, મુનિવંદન