________________
ષષ્ઠ પ્રસ્તાવ
કરી. પછી ગજે દ્રષદ કુડના નિર્મળ જળથી સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરીને મત્રી રમ્ય ધ્વનિથી આ પ્રમાણે એલ્યા કે-પાતાલથી સુરાલય સુધી પ્રતિસ્થાને વિવિધ યાન અને વિમાનમાં બેસીને અપ્રતિહતપણે સંચાર કરનારા દેવતાએએ આવીને પ્રવર્તાવેલે તથા મેરૂ ગિરિ પર પ્રતિદિશાએ સ્નાત્રજળના પૂરથી નિઝરણાં રચનારા એવા શ્રીજિનજન્મના સ્નાત્રમહાત્સવ તમારા સુખ નિમિત્તે થાઓ. તથા હર્ષાત્કને વશ થઈ સર્વ ઈન્દ્રોએ, મણિ, સુવર્ણ અને રોપ્યાદિના બનાવેલા, યેાજન પ્રમાણ દીર્ઘ મુખવાળા તથા પ્રત્યેક જાતિના એક હજાર ને આઠ આઠ કળશેાથી જ્યાં શ્રી જિનેશ્વરના જન્મમહોત્સવ કર્યો-તે જન્મપ તમારા કલ્યાણનિમિત્ત થાએ.’ એ રીતે ગંભીર ધ્વનિ કરતા મત્રીએ પૂની જેમ સર્વને આશ્ચય ઉપજાવે તેવું શ્રીનેમિનાથનું સ્નાત્ર કર્યું. પછી અથી જનાને અપરિમિત દાન આપતાં તીર્થોદકથી ભગવંતનું સ્નાત્ર કરીને નિર્મળ થયેલા મત્રીએ અગરૂ અને ચંદનાદિકથી પ્રભુને વિલેપન કર્યું. પછી વિકસ્વર એવાં અગણિત અક્ષત પુષ્પા, કમળના પવિત્ર પત્રા, શુભ વાસથી પૂરિત એવાં પ્રધાન અન્ન અને ફા, કરતૂરિકાદિ ગધ પદાર્થો, શુભ અક્ષત, વિચિત્ર નૃત્ય અને મનહર ગાનથી તથા અક્ષત ભાવથી તેજસ્વી તથા શ્રદ્ધાસમૃદ્ધ એવા મત્રીશ્વરે અગણિત દાન આપતાં વિધિપૂર્વક ભગવંતની પૂજા કરી, તે વખતે ચારે બાજુ પ્રસરતા કપૂરના ધૂપથી તેણે ગિરિરાજને સુવાસિત કરતાં પેાતાના યશથી સમસ્ત દિશાઓને પણ
૨૨
૩૩૭