________________
૨૯૬
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પર આરૂઢ થઈને મંત્રીની સન્મુખ આવ્યું, અને ગંગાને પ્રવાહ જેમ સાગરને મળે તેમ સંઘરૂપ સાગરમાં રહેલા સુજ્ઞ જનને મળીને તેણે સર્વને પ્રસન્ન કર્યા મંત્રિરાજે પણ ગુણોથી ગરિષ્ઠ, જ્ઞાતિસંપત્તિથી જ્યેષ્ઠ અને ભક્તિથી નમ્ર એવા તે શ્રેષ્ઠીને યોગ્ય સન્માન આપ્યું, એટલે શ્રીમાન મંત્રીરૂપ સૂર્ય પાસેથી પ્રસાદ પામીને રત્ન શ્રેષ્ઠી કલાવાન (ચન્દ્ર)ની જેમ સદાચારી (નક્ષત્રી મંડળમાં ગૌરવને પામ્યા. પછી અવસર મેળવીને સંઘપતિ શ્રાવકેમાં અગ્રેસર એવા શ્રી મંત્રીશ્વરને તેણે વાત્સલ્ય માટે નિમંત્રણ કર્યું. ગુણના ભંડારરૂપ તે શેઠને આગ્રહ જોઈને મતિમાનું તથા સર્વ જનેમાં અગ્રેસર એવા શ્રી વસ્તુપાલ મંત્રીશ્વરે પ્રૌઢ સંઘપતિ શ્રાવકોની સંમતિ લઈને તેના ઘરે ઘરે ભેજન કરવાનું કબૂલ કર્યું “સજજને કદાપિ કેઈની પ્રાર્થનાનો ભંગ કરતા નથી.”
પછી પુણ્યવાનું અને મનમાં પ્રસન્ન થયેલા એવા રત્ન શ્રેષ્ઠીએ પિતાના ઘરે જઈને સંઘના વાત્સલ્ય માટે તૈયારી કરાવવા માંડી. તે કાર્યમાં તેના અસાધારણ સૌજન્યગુણથી વશ થયેલા એવા સુજ્ઞ પૌરજનેએ તેને પૂરતી સહાયતા કરી. એટલે શ્રીસંઘના વાત્સલ્યને માટે કરવાની સામગ્રી તરતમાંજ તૈયાર થઈ ગઈ, કારણ કે ઉદાર પુરૂષોને સર્વ જને બધા પ્રકારની સહાયતા આપે છે.” તે વખતે સંઘભક્તિના કાર્યમાં પુણ્યવાન્ એવા તેણે ધન ખરચવાને કંઈ હિસાબ જ ન રાખે, કારણ કે તેવી