________________
૨૯૪
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
અને તીથ યાત્રાદિક–મહાત્સવાથી પુણ્યવત. પ્રાણીઓના ભવતાપને હરતા સતા મારા નિવાસનું સમ્યગ્ ફળ મેળવ્યું છે. હે મહાભાગ ! હાલ આ કળિકાળમાં સૂર્યની જેમ જિનશાસનને દીપાવનાર અને ઇંદ્ર સમાન તેજસ્વી એવા વસ્તુપાલ મંત્રી ભાગ્યના સિંધુરૂપ પાતાના અધુ સહિત શ્રી શત્રુ જયની યાત્રા કરવા જતાં આજે આ નગરની બહાર સરાવરને તીરે આવીને રહેલે છે. આ ભસ્ત ક્ષેત્રમાં અત્યારે એના સમાન જિનશાસનના પ્રભાવક બીજો કોઈ નથી, કારણ કે પૂર્વે શ્રી ભરત તથા સગર ચક્રવત્તી, પાંડવે, કૃપાવંતમાં તિલક સમાન ચૌલુકય ભૂપતિ કુમારપાળ, મંત્રી જાવડશાહ અને વાગ્ભટ વિગેરે જે જે પ્રસિદ્ધ સંઘપતિએ થઈ ગયા છે તેમનો સશજ અત્યારે આ શ્રી વસ્તુપાલ સંઘપતિ છે, માટે હે બુદ્ધિના નિધાન ! સર્વથા ગુણવાન તથા સુપાત્રરૂપ એ અતિથિને સત્કાર કરવા માટે મને આગળ કરીને તમે તમારા આત્માને પુણ્યગરિષ્ઠ કરો. અર્થાત્ મને તેમના હસ્તમાં અર્પણ. કરે, કારણ કે સુપાત્રને યાગ, મહાશ્રદ્ધા, અવસરે યથાચિત દાન અને ધર્મસાધનની સામગ્રી-એ અલ્પ પુણ્યથી પ્રાપ્ત થતાં નથી,”
આ પ્રમાણેનું શંખાધિષ્ઠાયક દેવનુ વચન સાંભળીને તે રત્ન શ્રેષ્ઠી જાગ્રુત થયા અને પાંચપરમેષ્ડીનું સ્મરણ કરતા સત્તા વિચારવા લાગ્યા કે−આ સ્વપ્ન ખરેખર ! મને સાક્ષાત્ એક ઉપાલંભરૂપ છે, માટે હવે મારે પુણ્ય