________________
૫૪ પ્રસ્તાવ.
૩૧૭
પહેરાવ્યે અને સતીમાં તિલક સમાન અનુપમા દેવીએ ભગવંતના ભાલસ્થળે લક્ષ મૂલ્યનું માણિકયનું તિલક સ્થાપન કર્યું, સૌખ્ખની લતારૂપ તેણીએ ચંદ્ર સમાન ઉજ્જવળ, દિશાઓના મુખને પ્રકાશિત કરનાર તથા રત્નના તારયુકત એવુ મનેાહર સુવણું છત્ર પણુ મૂકયુ. અને પેાતાનાં છત્રીશ લક્ષનાં તમામ આભૂષણા માંહેનાં રત્ન, સુવણું અને મુકતાફળાથી શ્રી ઋષભ પ્રભુની પૂજા કરી. પછી ચૈત્યની બહાર આવીને પુનઃ તેણે તેટલીજ કિમતના નવા શણગાર ધારણ કર્યાં. અહા ! કેવુ. અદ્ભુત પુણ્ય ! લલિતા દેવીએ પણ તેવીજ રીતે પેાતાનાં અલંકારોથી શ્રી જિનપૂજન કરીને તેવાજ પ્રકારના દ્વિવ્ય નવા અલંકાર ધારણ કર્યાં. તે વખતે એક ભૂપલા નામની દાસીએ પણ પેાતાના અંગ પર ધારણ કરેલ લક્ષ મૂલ્યનું ભૂષણ આનāપૂર્વક ઉતારીને તેના વડે જિનપૂજા કરી.
પછી બીજે દિવસે ઇંદ્રોત્સવ કરવા પેાતાના તેજપાલ ખંધુ સહિત પવિત્ર વસ્ત્રને ધારણ કરી, આદિનાથ. પ્રમુખ જિનેશ્વરેની પૂજા કરીને ઈંદ્રમાળ ધારણ કરવા નિમિત્તે મહામત્રી રગમ'ડપમાં આવ્યા, અને ત્યાં શ્રી નચંદ્રાદિ આચાર્યો તથા સર્વ સંઘપતિઓને તેણે બાલાવ્યા, એટલે તેઓ પાતપાતાના સંઘ (પરિવાર) સહિત ત્યાં આવ્યા. પછી તીના અધિકારીઓએ પુષ્પમાળા લઈને પ્રભુની સમક્ષ તેમને બતાવી, એટલે અમૂલ્ય છતાં તે માળાનું મૂલ્ય મત્રીશ્વર ચાવીશ લક્ષ દ્રસ્મ