________________
૧૪ પ્રસ્તાવ
૩૧૮
છતાં પણ વધારે લાભદાયક થાય છે.’ આ પ્રમાણે ચિંતવીને મત્રીશ્વરે સર્વ સંઘની સ`મતિથી ઇંદ્રલક્ષ્મીની સખીરૂપ તે માળા તેને અપાવી. પછી મત્રીએ પેાતે તેના લલાટ પર તિલક કરીને પ્રણામપૂર્વક પોતાના હસ્તકમળથી તે માળા તેના કંઠમાં આપણુ કરી, એટલે મત્રીન્દ્રના પ્રસાદથી અહી‘જ ઈંદ્રપદ પામીને તે શ્રેષ્ઠી દેવભવનમાં સજ્જને (દેવા)ને શ્લાઘનીય થયા. પછી માગ્યા વિનાજ તેણે ત્યાં કહેલ પેાતાનુ સર્વ દ્રવ્ય અર્પણ કર્યું અને શ્રી યુગાદીશ તથા શ્રીસ'ધની પૂજા કરીને તેણે પ્રણામ કર્યાં.
હવે ઉપવાસી એવા તે શ્રેષ્ઠી ખીજે દિવસે પારણા નિમિત્તે પાતાને ઘરે આવ્યેા, અને બધે વૃત્તાંત તેણે પેાતાની સ્ત્રીને કહી સભળાવ્યા. પછી પેાતાના ગૃહચૈત્યમાં વિધિપૂર્વક ભગવંતની પૂજા કરીને પારણાને માટે બેસતાં તેણે આ પ્રમાણે મનારથ કર્યાં કે-‘સુંદર ચારિત્રથી પવિત્રાત્મા એવા જો કેાઈ મહાત્મા અત્યારે આવે તે તેમને દાન આપીને હું ભાજન કરૂ.' એ રીતે તે ચિંતવે છે એવામાં સાક્ષાત્ નિધાન સમાન, કાળ અને ક્ષેત્રાનુસારે મૂળ અને ઉત્તર ગુણાના ભંડારરૂપ શ્રીજગચંદ્ર ગુરૂના શિષ્ય એવા શીલકેશરી નામે સાધુ અઠ્ઠમને પારણે ગાચરીએ ફરતાં ત્યાં આવી ચડવા. એટલે તેમને જોઈ ભક્તિપૂર્વક પ્રણામ કરીને અંતરમાં આનંદ પામતા તેણે પાતાની પત્નીને કહ્યુ કે‘ હે પ્રિયે ! આપણા ગૃહેાચિત વિશુદ્ધ અન્નપાનાદિક એમને પુણ્ય નિમિત્તે વ્હારાવ અને પેાતાના જન્મને કૃતાર્થ કર.'