________________
૩૨૭
ષષ્ઠ પ્રસ્તાવ સદ્દદ્રવ્ય અને ગુણવાળી એવા તમારામાં તત્ત્વજ્ઞ સુજ્ઞ જેને રક્ત થાય છે. બહુમાનને પ્રકાશનારા પંડિતે જેમ જેમનીય મતના સાગને ઈરછે છે તેમ બહુમાનને આપનારા એવા રાજાઓ પણ અત્યારે તમારા અનુજ બંધુના સંગને ઈરછે છે. વળી પૃથ્વી પર એવી કઈ વસ્તુ નથી કે જે તમારા ભવનમાં ન હોય, માટે અત્યારે તમારે વિષાદ કરે કઈ રીતે ઉચિત નથી.”
- આ પ્રમાણેનાં તેમનાં વચનો સાંભળીને મંત્રી બેલ્યો કે “હે સ્વામિન્ ! આ સંઘપતિપણુની સંપત્તિનું મારી માતાને દર્શન ન થયું, એ વિચારથી જ મને અંતરમાં દુઃખ થાય છે. બાળપણે માતાનું મરણ, યૌવન વયે પ્રિયાનું મરણ અને વૃદ્ધ વયે સુપુત્રનું મરણ–એ ખરેખર! ઘેર પાપરૂપ વૃક્ષના ફળ છે. આ સંઘપતિપદનું ઐશ્વર્ય જે મારી માતા જુએ તો તેને કેટલો બધો આનંદ ઉપજે તે આપણે સમજી પણ ન શકીએ. વળી પુંડરીક ગિરિ પર તેમને મારા પિતાના હાથે તિલક કરતાં મને પણ અનિર્વચનીય સુખ ઉત્પન્ન થાય.” એટલે ગુરૂ મહારાજ પુનઃ બેલ્યા કે “હે મંત્રિન ! આ સંસારમાં કેના સર્વ મને રથ પરિપૂર્ણ થયા છે ? કહ્યું છે કે આ જગતમાં કોણ ખલના નથી પામ્યું? કોના સર્વ મનોરથ સિદ્ધ થયા છે? કોને સંસારમાં નિત્ય સુખ પ્રાપ્ત થયું અને દૈવથી કોણ ખંડિત થયું નથી ? જેમ તું અત્યારે પ્રધાનમાં પ્રધાનત્વ ભેગવે છે તેમ પૂર્વે અહીં ગુજરાતમાં