________________
૩૨૬
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
વનરાજને જા'બ જયત'ને વિદ્યાધર અને સિદ્ધરાજને જેમ ઉડ્ડયન મંત્રી હતા, અને કુમારપાલ રાજાને જેમ મહામતિ એવા વાગ્ભટ્ટ મત્રી હતા; આ બધા મંત્રીએ જેમ સમસ્ત જ'તુઓના જીવનરૂપ હતા તેમ હું ભુવનેત્તમ ! પુરેપકાર અને કારુણ્યરૂપ પુણ્યના સુધાસાગર સમાન એવા તુ' શ્રી વીરધવલ રાજાના મહામત્રી છે. પવતા જેમ ભયભીત થઈ નદીઓના સ્વામી સાગરના આશ્રય લે છે તેમ હું મંત્રીશ ! વિપત્તિથી ભય પામેલા રાજાએ સ`પત્તિના સ્થાનરૂપ અને સમર્થ એવા જે તમે તેના આશ્રય કરે છે. ગરૂડથી સૌની જેમ તમારાથી ભય પામેલા શત્રુરાજાએ પર્વતની ગુફાઓમાં જઈને શયન કરે છે. ચકાર પક્ષીએ જેમ ચદ્રના ઉયને ઈચ્છે તેમ તમારા આંધવા પ્રેમપૂર્વક વિશ્વવ્યાપક સૌભાગ્યરૂપ તમારા ઉદયને ઈચ્છે છે. જેમ ગંગા ની હિમવત પર્યંતમાંથી પ્રગટ થઈને ત્રણે જગતને આનંદ આપી રહી છે તેમ વીરધવળ રાજાની રાજનીતિ તમારાથી વિસ્તૃત થઈને જગતને આનંદ આપે છે. જેમ પદ્માકરા ચક્રવાક પક્ષીએને આનંદ આપનાર એવા સૂર્યના દનો ઇચ્છે છે તેમ સજ્જનોને આનન્દ આપનાર એવા સવ મંડલેશ્વરા તમારા દર્શનને ઈચ્છે છે. મેઘ જેમ સમુદ્રની સહાયતાથી અહું ધાન્ય નીપજાવી જગતને ઉપકાર કરનાર થાય છે તેમ બહુધા અન્યને ઉપકાર કરનારા સર્વ ધર્મો અત્યારે તમારી સહાયતાથીજ પ્રવર્ત્ત છે. હે મંત્રિન્ ! સદ્રવ્ય અને ગુણશાળી એવા વૈશેષિક મતમાં જેમ તત્ત્વજ્ઞ જના રક્ત થાય છે. તેમ