________________
૩૨૦
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર એ પ્રમાણે તેણે પોતાની સ્ત્રીને ભલામણ કરી, કારણ કે ભજનના સંબંધમાં સ્ત્રીઓને અધિકાર હોય છે. આ પ્રમાણે કહ્યા છતાં ઘરના સર્વસ્વના વ્યયથી અંતરમાં ખેદ પામેલી હેવાથી તેણે પતિને કંઈ પણ જવાબ ન આપે, તેમજ મુનિને દાન પણ ન આપ્યું, એટલે પિતાના વદનકમળને વિકસ્વર કરી પિતે ઉઠીને તે મહાત્માને પુદધિ સમાન ઉજજવળ અને પ્રાસુક એવું દહીં વહોરાવ્યું. આથી કલહ કરતી અને ક્રર કે પાટોપને દર્શાવતી એવી તે સ્ત્રીએ પારાણુ કરતાં તે શ્રેષ્ઠીની આ પ્રમાણે તજના કરી કે “અહો ! દુર્વિદગ્ધ એવા તમે પ્રથમ ઘરની બધી મિલક્ત પર્વત પર ખરચી આવ્યા અને અત્યારે ઘરમાં દહીં હતું તે પણ આપી દીધું. આ પ્રમાણે મૂળધનને નાશ કરીને વ્યય. કરતાં ધર્મમૂઢ એવા તમે હવે ભવિષ્યમાં ઘરને નિર્વાહ કેમ ચલાવી શકશે ? સર્વત્ર યોગક્ષેમને જાણનાર એવા. ધનવંતે પણ પિતાની આવકમાંથી માત્ર ચોથો ભાગજ ખરચે છે.” આ પ્રમાણેનાં પિતાની પ્રિયાનાં વચન સાંભળીને વિચારવાનું એવા છીએ તેને શાંત વચનથી સમજાવી કે
હે પ્રિયે ! તારે લેશ પણ ખેદ ન કરવો. હે ભદ્ર! અગણિત પુણ્યના ઉદયથી અત્યારે મને આ સમય પ્રાપ્ત થયે કે જેથી સિદ્ધક્ષેત્રમાં ન્યાયપાર્જિત ધનબીજ હું વાવી શક્ય. હે પ્રિયે! આ ક્ષેત્રમાં ન્યાયપાર્જિત દ્રવ્ય સ્વલ્પ પણ, વાપરવામાં આવે તે તે ઉભય લોકમાં સુખકારી થાય છે અને કોટિ ભ સુધી અક્ષય થાય છે. એ સુકૃતના ઉદયથી હવે પછી આપણે ઘરમાં શુકલ પક્ષના ચન્દ્રની જેમ.