________________
ષષ્ઠ પ્રસ્તાવ :
૩૨૩ છું તે લે” એમ કહીને પ્રતિનિમિત્તે પોતાની સ્ત્રીને તે ગ્રંથી તેણે અર્પણ કરી, એટલે નિર્દોષ એવી તે સતી પણ પિતાના પતિ પાસેથી તે ગ્રંથી લઈને “એમાં શું છે?” તે જોવાની ઈચ્છાથી એકાંતમાં ગ્રંથી છેડીને જેવા લાગી. તેમાં સૂર્ય સમાન તેજસ્વી એવાં રને જોઈને મુખને વિકસિત કરતી તે સતી વિસ્મય પામી પોતાના પતિને કહેવા લાગી કે-“હે આર્ય! તેજસ્વી અને અમૂલ્ય એવાં આટલાં બધાં ને મારા પિતાએ એક સાથે તમને કેમ અર્પણ કર્યા? એટલે તે શેઠ સાક્ષાત્ રને જોઈને વિસ્મયપૂર્વક વિચારવા લાગ્યો કે-“અહો ! આ બધે ધર્મનેજ અનિર્વચનીય પ્રભાવ જણાય છે. પછી તેણે બધું યથાસ્થિત સ્વરૂપ પિતાની સ્ત્રીને કહી સંભળાવ્યું, એટલે તેણે પણ અંતરમાં તે ધર્મજન્ય ફળ માની લીધું.
એ અવસરે પાસેના રાજગૃહ નગરમાં ગુણસાગર નામના શ્રુતજ્ઞાની આચાર્ય પધાર્યા, એટલે પોતાની સ્ત્રી સહિત સાગર છીએ ત્યાં જઈ ભક્તિપૂર્વક તેમને નમસ્કાર કરીને પૂછ્યું કે –
હે સ્વામિન્ ! નદીના કાંકરા રત્ન કેમ થઈ ગયાં ?” એટલે ગુરૂ મહારાજ બોલ્યા કે “હે મહાભાગ! પૂર્વે મા ખમણના પારણે મુનિને ભકિતપૂર્વક તે સકથુનું દાન દીધું હતું, તે સત્પાત્રદાનથી પ્રસન્ન થયેલા શાસનદેવતાએ દેઢધમી એવા તારા કાંકરાને રત્ન બનાવી દીધાં. હે ભદ્ર! તારા પાત્રદાનનું અત્યારે મળેલું આ ફળ તે શું માત્ર