________________
ષષ્ઠ પ્રસ્તાવ
૩૨૧
લક્ષ્મીની વૃદ્ધિ થશે. અલ્પ ધનવાન પુરૂષ જે મહત પુણ્ય કરે તો તેનું તેને મહાફળ મળે છે. આ સંબંધમાં ઉભય લેકમાં સુખકારી એવું દષ્ટાંત સાંભળ:
રાજગૃહની નજીકમાં શાલિગ્રામ નામના ગામમાં સદાચારમાં તત્પર, પુણ્યના સાગરરૂપ, સમ્યક્ત્વીઓમાં મુગટ સમાન અને બાર વ્રતોને પાળનાર એવો સાગર નામે શેઠ રહેતે હતો. તેને તેવાજ ગુણવાળી સુલક્ષણા નામે સ્ત્રી હતી. અન્યદા અંતરાય કર્મના ઉદયથી તે નિર્ધન થઈ ગયે, છતાં ધર્મ પરની દઢતા તેના મનમાં તેવીજ સતેજ રહી. એટલે “વિપત્તિમાં પ્રાણીને આહંતુ ધર્મજ આલંબનરૂપ છે એમ ચિંતવીને ધીમાન્ એવા તેણે કેટલાક અભિગ્રહ ગ્રહણ કર્યા કે “એકાંતરે ઉપવાસ કરે, દરરોજ ત્રણ વાર જિનપૂજન કરવું, સચિત્ત વસ્તુએને ત્યાગ કરે, પ્રાસુક જળપાન કરવું, રાત્રે ચારે આહારનો ત્યાગ કરે અને એક હજાર ને આઠ નવકારને દરરોજ જાપ કરે.”
એકદા ભેજનાવસરે તીવ્ર તપના સાક્ષાત્ ભંડારરૂપ કઈ મહાત્મા (મુનિ) તેના ઘરે પધાર્યા, એટલે અત્યંત ભક્તિથી તેમને નમસ્કાર કરી અંતરમાં આનંદ પામતા તે શ્રેષ્ઠીએ પિતે ઉઠીને મધુર અને સ્નિગ્ધ વસ્તુઓથી વઘારેલ શુભ સકથુ (સાથે) તેમને વિધિપૂર્વક વહોરાવ્યો. તે દાનથી તેણે વિપુલ ભેગફળ ઉપાર્જન કર્યું. ૨૧