________________
૩૧૮
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
આલ્યા. પછી ધનવતાએ તે મૂલ્યમાં પરસ્પર ચડાવા કર્યાં. તે વખતે બીજાનો શી વાત ? પરંતુ પોતે વસ્તુપાલ પણ આશ્ચર્ય પામ્યા. એવામાં ગુણશ્રીના પાત્રરૂપ, રિદ્રોના દૃષ્ટાંતરૂપ, શત્રુ'જયની નજીકના ટીમાણુક નામના ગામમાં વસનાર અને ન્યાયનિષ્ઠ એવા ટીલા નામના કેાઈ શ્રીમાળી ઘી વેચવા નિમિત્તે ત્યાં આવેલા હતા, તે ત્યાં સની અંદર આવીને ખેલ્યા કે મારા પર અનુગ્રહ કરી મારા ગૃહનું સર્વસ્વ લઈને સ્કુરાયમાન ભાગ્યની એક શાળારૂપ આ માળા મને અર્પણ કરા.’ આ પ્રમાણેનું તેનું વચન સાંભળીને સ્વચ્છ મનવાળા મંત્રીએ તેને પૂછ્યું કે– હે મહાભાગ! તુ કાણુ છે ? અને તારા ઘરમાં કેટલું ધન છે? ' એટલે તે ખેલ્યા કે– હે મત્રીશ્વર ! અત્યારે મારા ઘરમાં ઘી વેચતાં પ્રાપ્ત થયેલા ખાર સ્મુહૂઁક (દ્રવ્ય વિશેષ) નગદ છે. માટે હે વિભા ! મુજ પામર પર પરમ પ્રસાદ કરીને શિવલક્ષ્મીને વરવારૂપ આ ભગવંતની માળા મને આપેા, કારણ કે–સિદ્ધ ક્ષેત્ર, ઉત્તમ સમાધિ, શ્રીસંધ અને પુષ્કળ સપત્તિ એ પૂર્વના વિશુદ્ધ પુણ્યથીજ પ્રાણીઓને પ્રાપ્ત થાય છે.’ એ પ્રમાણેનાં તેનાં વચને સાંભળીને વિશ્વવત્સલ એવા મંત્રી વિસ્મય પામીને વિચારવા લાગ્યા કે· અહા ! ધનહીન પુરૂષના પણ ભાવ અને સત્ત્વ કેવા ઉત્તમ છે ? માટે ગુણેાથી રિષ્ઠ એવા એ પુરૂષની મનેાવાંછા મારે પૂર્ણ કરવી, કારણ કે પ્રાણીઓને પેાતાના દ્રવ્ય કરતાં અધિક દાન દુષ્કર છે. કહ્યું છે કે-સ`પત્તિમાં નિયમ, શક્તિ છતાં ક્ષમા, યૌવનમાં વ્રત અને દરિદ્રપણામાં દાન-એ અલ્પ