________________
૩૧૬ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સેવા કે સ્તુતિ ન કરી? અને તૃષ્ણા પૂરથી પરાભવ પામેલા મેં કોની કોની પાસે અભ્યર્થના ન કરી? પરંતુ વિમલાચલરૂપ નંદનવનના ક૯૫વૃક્ષ સમાન એવા હે વિભે ! આપને પામીને હવે મારે એ કદર્થના પુનઃ કદાપિ સહન કરવી પડશે નહીં.” આ પ્રમાણે સ્તુતિ કરી ઉત્સવપૂર્વક ચારે બાજુ ત્યપરિપાટી કરીને શાસનની સર્વ મર્યાદાને જાણનાર એવા સર્વ આચાર્યોને તેણે વંદન કર્યું, એટલે વિનયથી નમ્ર એવા મંત્રીશ્વરને નરચંદ્ર સૂરિએ આનંદરસના કન્હેલરૂપ ઉપદેશ આપ્યો કે “હે વસ્તુ પાલ! ધર્મને ઉપકાર કરનાર તું અને તારે ઉપકાર કરનાર ધર્મ-એમ તમારે બંનેનો સમાગમ યુક્ત જ છે.” પછી રાત્રે સમસ્ત ચૈત્યોમાં મહાપૂજા કરી, કપૂર, કસ્તૂરી અને અગરૂના ધૂપથી સર્વત્ર વિમલાચલને વાસિત કરતાં અને શ્રીષભ પ્રભુ આગળ એકાગ્ર ધ્યાનમાં લીન થતાં ઉપવાસી, પવિત્રાત્મા અને ઉંચા પ્રકારની ધર્મવાસનાથી વાસિત એવા શ્રીવાસ્તુપાલ મંત્રીશ્વર ચિદાનંદના સ્વાદ સમાન પરમ આનંદને પામ્યા.
પ્રગટ પ્રભાયુકત અને સૂર્યના બિંબ સમાન એવો સુવર્ણ અને માણિકયને મુગટ ભગવંતને પહેરાવીને તેજપાલ મંત્રીએ પ્રભુનાં નવે અંગે અદ્દભુત નવ રત્નોથી પૂજા કરી અને પૂજારી લોકોને તેણે નવ લક્ષ દ્રશ્ન આપ્યા. જત્રસિહે ભગવંતના કર્ણમાં બે રત્નનાં કુંડળ પહેરાવ્યાં, લલિતા દેવીએ પ્રભુને મોતીને વિજયહાર