________________
ષષ્ઠ પ્રસ્તાવ
૩૧૫.
નમ્ર થનારમાં વત્સલ (સેમ), વકપણે ચાલનાર પર વક (મંગળ), અથબંધમાં સુજ્ઞ (બુધ), નીતિમાં બૃહસ્પતિ. (ગુરૂ), કવિજનોમાં કવિ (શુક્ર), અને અક્રિયામાં મંદ, (શનિ), છતાં વસ્તુપાલ ગ્રહમય નથી.” પછી મદન કવિ બે કે-“
શ્રીજરાજાના વદનકમળના વિયેગથી વ્યાકુળ થયેલી ભારતી અત્યારે શ્રીવાસ્તુપાલના મુખકમળમાં વિનોદ કરે છે. એવામાં શ્રી વીકલ કવીશ્વર બેલ્યો કે
જેનું મુખ લક્ષમીના નિવાસરૂપ કમળ સમાન છે, પાંચે કલ્પવૃક્ષે જેના દક્ષિણ હાથમાં અંગુલિના મિષથી પાંચ શાખારૂપ થઈને રહ્યાં છે અને જેની રસના (જીભ) અથ જનની વાંછા પૂરવામાં ચિતામણિ સમાન છે એવા શ્રીવાસ્તુપાલમાં એ કરતાં હવે વધારે પ્રશસ્ત શું જોઈએ?” એ. પ્રમાણેનાં કવિઓનાં વર્ણનથી પ્રસન્ન થયેલા અને કલ્પવૃક્ષ સમાન એવા મંત્રીશ્વરે ધર્મોન્નતિ નિમિત્તે પ્રત્યેક કવીશ્વરને એક એક લક્ષ દ્રશ્ન આપ્યા. કહ્યું છે કે પ્રાગ્વાટ વંશના મંડનરૂપ અને જિનશાસનરૂપ આકાશમાં સૂર્ય સમાન એવા શ્રીવાસ્તુપાલ મંત્રીશ્વરે શત્રુંજય તીર્થ પર શ્રી આદિનાથ. પ્રભુની આગળ મંગળદીપ કરતાં કવીશ્વરને બાવીશ લક્ષ દ્રશ્ન બક્ષીસ આપ્યા.” પછી “હે વિભે! ત્રણે જગતમાં તમેજ એક દીપક છે એ પ્રમાણે ઉચ્ચાર કરતાં તેણે મંગળદી ઉતાર્યો. પછી વિધિપૂર્વક શ્રીગષભ પ્રભુને વંદન કરી પરમ પ્રણિધાન કરતાં તેણે આ પ્રમાણે સ્તુતિ કરી –
હે ભગવન્! મેં તેનું મુખ ન જોયું? કોની