________________
- ષષ્ઠ પ્રસ્તાવ '
૩૧૩ એ ભાસ થતો હતે. પછી કસ્તુરી, અગરૂ અને ઉદાર ઘનસાર વિગેરેના મનહર ધૂપથી આખા સિદ્ધગિરિને સર્વત્ર વાસિત કરવા લાગ્યા. પછી ચારે બાજુનાં સર્વ રૌઢ્યોમાં શ્રી જિનપ્રતિમાઓની પૂજા કરીને આરતી વખત થતાં મંત્રીશ્વર પુનઃ મંડપમાં આવ્યા. ત્યાં ભગવંતના શૈત્યમાં જીર્ણ થઈને પડી જતા સ્થાનને સમારવા માટે તેણે એક હજાર તેલા સુવર્ણ આપ્યું. પછી લવણ જળથી સમસ્ત વિધિ કરી, રત્નના મનહર થાળમાં ચંદનને સ્વસ્તિક આલેખી અને સ્વસ્તિક પર પુષ્પાદિક મૂકી તે પર સાત દીવાયુક્ત સુવર્ણની આરતી સ્થાપના કરી. પછી ચંદન અને પુષ્પથી તેને પૂજી, ભગવંતને પ્રણામ કરીને વિધિપૂર્વક પ્રદક્ષિણ કરતાં મંત્રીશ્વર આરતી ઉતારવા લાગ્યા. તે વખતે હાથમાં કળશ લઈને બંને બાજુ ઉભેલા શ્રાવકે ભવસંતાપની શાંતિ નિમિત્ત જળધારા કરવા લાગ્યા, હાથમાં ખલના પામતા કંકણયુક્ત ચાર સધવા સ્ત્રીઓ ચાર ચામર લઈને આનંદપૂર્વક ઢાળવા લાગી, કેટલાક ભક્તિમંત શ્રાવકે જાણે પિતાના અંતરની રજaણને દૂર કહાડતા હોય તેમ વસ્ત્રક્ષેપ કરવા લાગ્યા, અને કેટલાક ભાવિક શ્રાવકો જાણે ગગનગામી દેવને પ્રસન્ન કરતા હોય તેમ આકાશમંડળમાં વિચિત્ર પુષ્પો ઉછાળવા લાગ્યા. પછી ગજેન્દ્ર પર સ્થાપન કરેલ, ઉજજવળ અને ચંદનાદિક ચર્ચિત એવો મંગળદીવો મંત્રીશ્વરે હાથમાં લીધે, એટલે ચંદનાદિકથી મંત્રીનાં નવે અંગ પૂજીને શ્રાવકોએ તેના લલાટ પર મંગલકારી એવું કુંકુમનું તિલક કર્યું. પછી અથી જનેના મનોરથને પૂરનાર અને રોમાંચિત