________________
ષષ્ઠ પ્રસ્તાવ
૩૧૧
ધૂમàણું શ્યામ છતાં આપના પ્રભાવથી સ્વર્ગભૂમિ પ્રાપ્ત કરવાને તે ગગનમાં ચાલી જાય છે. આ પ્રમાણે કહીને શ્રાવકોએ શ્રીયુગાદિ જિનની આગળ કપૂર અને અગરૂમિશ્ર ધૂપ ઉખે. પછી “હે લોકનાથ! આ આપને મહા પ્રભાવ છે, લોકોની કાર્યકુશળતા છે, કિંવા પુષ્પોમાં એવા કેઈ અદ્દભુત ગુણ છે કે જે આપના મસ્તક પર આવતાં અતિશય શેભે છે. આ પ્રમાણે કહીને દેવવંદન કરનારા લોકોને શ્રેય નિમિત્તે તેણે ભગવંતના મસ્તક પર કુસુમારેપણ કર્યું. પછી ભગવંતની આગળ વિધિપૂર્વક પાંચ, સાત કે નવ પુષ્પાંજલિ કરીને વાજિંત્રોના મહાનાદથી મનોહર અને ગીતગાનથી સુંદર એ ભગવંતને જન્માભિષેક (કળશ) સર્વ શ્રાવકે સાથે સુધા સમાન મધુર વાણીથી બોલ્યા, અને સુવર્ણ રજતના કળશેને હાથમાં ધારણ કરતા, મંત્રિયુગલથી અધિક શેભાને પામતા, સર્વ લોકોને દર્શનીય, ઘણું ભૂષણોને ધારણ કરતા, ગુણવંત, અંતરમાં આનંદ પામતા, સધૂપની ધૂમલહરીથી દિશાઓને સુવાસિત કરતા તથા ગંભીર વચનોથી મિથ્યાત્વીઓને પણ જિનધર્મમાં દઢ કરતા એવા શ્રાવકોએ કળશાભિષેક કર્યો. પછી જિનશાસનની પ્રૌઢતા દર્શાવતાં ઈદ્ર સમાન અને સંઘપતિ એવા શ્રીવ
સ્તુપાલ મંત્રીશ્વરે પિતાના બંધુ સહિત જ્યાં હજારે સ્ત્રીઓ નૃત્ય કરી રહી છે, ચામર ઢળી રહ્યાં છે, અનેક વાદ્યો વાગી રહ્યાં છે, સમસ્ત લેકે આશ્ચર્ય પામી રહ્યા છે, બધા દેવે જ્યાં અમિત આનંદમાં નિમગ્ન થઈ રહ્યા