________________
૧૪ પ્રસ્તાવ
૩૦૯
વત્સલ છે, એકદેશી મહિમાયુક્ત અન્ય કાઈ દેવ તેમની રમણીયતાની તુલના કરી શકે તેમ નથી. ‘ભગવત સમસ્ત લાકને સાધારણ છે” એમ ધારીને સુમેરૂ પ્રભુના સ્નાત્રપીઠભાવને પામ્યા છે. રૂપ, વય, પરિવાર, પ્રભુતા, પટુત્વ, આરાગ્યાતિશય અને કલાકલાપ-આ બધા વૈભવા સંસારનુ મર્દન કરનાર એવા ભગવતને સ્નાત્ર કરવાથી પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે સ્તુતિ કરીને શ્રાવકા સાથે પ્રથમ પુષ્પાંજલિ કરી દ્વિગુણ ઉત્સાહી અને શ્રદ્ધાવાસિત એવા મત્રીશ્વર આ પ્રમાણે ખેલ્યા- અંતરમાં જાગ્રત થયેલા ભક્તિ ભરથી પૂરિત ભાવપણે, વૃદ્ધિ પામેલા અત્યંત હર્ષાવેશથી તેમજ કુતૂહાથી ઉદ્ભવતા આકુળપણે ભગવંતના જન્માભિષેક કરતા દેવતાએ એક મુહૂર્તના વિલંબ પણુ સહન કરી શકયા નહોતા. જન્માવસરે સુમેરુના શિખર પર અને રાજ્યાવસરે ભૂમંડળ પર ભક્તિભરથી નમ્ર એવા સુરાસુરના ઈંદ્રોએ આદિનાથ ભગવતના અભિષેક કર્યા હતા ત્યારથી ભાગ્યવત, ભાવિક એવા ધીમંત મનુષ્યા પણ તેમનું અનુકરણ કરવા લાગ્યા છે, કારણ કે મહાપુરુષોના માતુ સર્વે અનુકરણ કરે છે.” આ પ્રમાણે કહીને ગધાકથી જિનબિંબને સ્નાત્ર કરી નિમ ળતા પૂર્વ ક તેમણે યથાવિધિ પુષ્પાદિકથી પ્રભુની પૂજા કરી.
પછી મૂળનાયક ભગવંતને વિસ્તારથી સ્નાત્ર કરવા માટે મત્રીશ્વરે મધુર વાણીથી શ્રાવકોને આદેશ કર્યાં કે“ હું શ્રાવકા ! છત્ર, ઉજ્જવળ ચામર, સુગંધી પુષ્પા,