________________
ષષ્ઠ પ્રસ્તાવ
३०७
“માણિકયની કળી સમાન પ્રભાયુક્ત એ અગ્નિશૌચ વસ્ર પહેરી, લલાટ પર એક વિકસિત તિલક કરી, કાનમાં ચંદ્ર અને સૂર્ય સમાન છે તેજસ્વી કુંડલ, હૃદયમાં સર્વાંગસુ ંદર હાર, જમણા હાથમાં રત્ન સમાન પ્રભાયુક્ત ખાનુબંધ તથા પાપને દૂર કરનાર મુદ્રિકા પહેરીને અંતરશત્રુને હરાવનાર એવા વસ્તુપાલ મંત્રીશ્વર જિનમંદિરમાં આવ્યા. ત્યાં અન્ય શ્રાવકાએ વિધિપૂર્વક શ્રીમૂળનાયક પ્રભુને સ્નાત્ર કરવાની બધી સામગ્રી તૈયારી કરી, એટલે તેમાંના એક સુન્ન શ્રાવકે સુગ'ધી ચંદનથી લલાટમાં તિલક કરી, અને હાથનાં કાંડાં પર ચંદનનાં એ કકણ કરી, શિર પર પુષ્પ ધારણ કરી, ધૌત વસ્ત્ર, સદાચાર તથા અલકારયુક્ત થઈ, ભગવંતની આગળ જળપૂર્ણ કળશ ધારણ કરી, ધૂપ ઉવેખતાં સૂત્રપાઠપૂર્ણાંક જગદ્ગુરૂનુ` સ્નાત્ર ક્યું, કારણ કે—સ્નાત્રમાં પ્રથમ નિગી અને અક્ષતાંગ શ્રાવકે સ્નાતાનુલિપ્ત થઇ, શ્વેત વસ્ત્ર ધારણ કરી, સૂત્રપાઠ સાથે કપૂરપૂરથી સુગધી એવા ધૂપથી ગગનમંડળને વ્યાપ્ત કરી, સ્કુરાયમાન ઘંટાના ટકારથી અંદર રહેલા સર્વ શ્રાવકોને મેલાવીને પૂર્ણ ઘાષથી આઘાષણા કરવી એવા વિધિ છે. પછી મૂળનાયકની પ્રતિમાને કળશજળથી સ્નાત્ર કરી સક્ષેપથી પૂજીને તેણે ચૈત્યવદન કર્યુ. પછી કરપકને જળથી શુદ્ધ કરી વિધિપૂર્ણાંક કંકણુવિધાન રચીને તેણે કપૂર અને કેશરમિશ્ર ચ'દનથી ભાલસ્થળે વિસ્તૃત અને ઉન્નત તિલક કર્યાં. એટલે શ્રીવસ્તુપાલે ગુણાથી ઉજ્જવળ એવા પ્રત્યેક આસ્તિક (શ્રાવક) ને કહ્યુ કે— હું શ્રાવકવર્ધા ! તમે પ્રસન્ન મનથી તમારી કરાંજલિને